102 વર્ષના આ ક્રિકેટરનો ફટકાબાજી કરતો વીડિયો વાયરલ, બેટિંગ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ફિદા

Updated: May 15th, 2024


Google NewsGoogle News
102 વર્ષના આ ક્રિકેટરનો ફટકાબાજી કરતો વીડિયો વાયરલ, બેટિંગ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ફિદા 1 - image


Image: Twitter

102 Year Old Haji Karam Dins Cricket Video: કહેવાય છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે તેનાથી વધુ  કંઈ નથી... આ લાઈનને જમ્મુ-કાશ્મીરના રિયાસીના રહેવાસી 102 વર્ષીય એક વૃદ્ધ ક્રિકેટરે સાર્થક કરી બતાવી છે. તેમનો ક્રિકેટ રમવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ તેમના જુસ્સાને લોકો સલામ કરી રહ્યા છે. 

જમ્મુ-કાશ્મીરના રિયાસીના રહેવાસી 102 વર્ષીય હાજી કરમ દીન પોતાની ઉંમર અને પોતાના ક્રિકેટ પ્રેમને લઈને ચર્ચામાં છે. હાજી કરમ દીન પોતાની ઉંમરને પોતાની ઉપર હાવી થવા દેતા નથી તેઓ મેદાનમાં ક્રિકેટ રમતા નજર આવે છે. તેમનો જુસ્સો અને આ ઉંમરે ક્રિકેટ પ્રત્યે પ્રેમ આસપાસના યુવાન ક્રિકેટરોને પ્રેરિત કરી રહ્યો છે.

તાજેતરમાં જ થયેલી લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં તેમણે પોતાનું મતદાન પણ કર્યું. હાજી કરમ દીને કહ્યું કે મને ક્રિકેટ રમવી પસંદ છે. હુ પોતાના પુત્રને પણ ક્રિકેટ રમાડુ છુ... હુ અહીં એ જોવા આવુ છુ કે યુવાનો કેવી રીતે ક્રિકેટ રમે છે. તેમણે કહ્યું કે મારી સાથેના તમામ લોકોના નિધન થઈ ચૂક્યા છે.

આ છે વાયરલ વીડિયો

ક્રિકેટર હાજી કરમ દીનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમનો આ ઉંમરે પણ ક્રિકેટ પ્રેમ અને જુસ્સાને લઈને લોકો ખૂબ વખાણ કરી રહ્યાં છે. સાથે જ વીડિયોને પણ ખૂબ પસંદ કરી રહ્યાં છે.


Google NewsGoogle News