Get The App

માંગો એના કરતા બમણી રકમ આપતું હતું એટીએમ, લોકોની લાગી ગઇ લાઇન

વધારે રકમ નિકળતી હોવા છતાં બેલેન્સ ઓછું થતું ન હતી

લોકોને ખબર પડતા જોત જોતામાં ૪ લાખ રુપિયા ઉપડી ગયા

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
માંગો એના કરતા બમણી રકમ આપતું હતું એટીએમ, લોકોની લાગી ગઇ લાઇન 1 - image


લખનૌ,20 નવેમ્બર,2024,બુધવાર 

એટીએમમાંથી નાણા ઉપાડયા પછી ગણવાની પણ જરુર પડતી નથી. જેટલી રકમ લખી હોય તેટલો જ ઉપાડ થાય છે. જો કે ટેકનિકલ ખરાબીના કારણે એક બેંકના એટીએમમાંથી માંગ્યા હોય એના કરતા બમણી રકમ નિકળતા જોત જોતામાં ૪ લાખ કરતા વધુ રુપિયા નિકળી ગયા હતા. એટીએમમાંથી કમાંડ આપ્યો હોય તેના કરતા વધારે રકમ નિકળતી હોવા છતાં બેલેન્સ પર કોઇ જ અસર જોવા મળતી ન હતી.

આ ખૂબીની લોકોને જાણ થતા એટીએમમાંથી પૈસા ઉપાડવા લોકોની લાઇન લાગી હતી. ઘડિક તો નોટબંધી વખતે નાણા ઉપાડવા ભીડ ઉમટતી હતી એવું દ્વષ્ય સર્જાયું હતું. અંદાજે ૧૦૦ લોકોએ એટીએમનો ઉપયોગ કરીને વધુ નાણા સેરવી લીધા હતા. એટીએમમાં ટેકનિકલ ખરાબીથી આવી વિચિત્ર સ્થિતિ ઉભી થઇ હોવાની બેંક સત્તાવાળાઓને જાણ થતા એટીએમમાંથી વિડ્રો મની બંધ કરવાની ફરજ પડી હતી. 

માંગો એના કરતા બમણી રકમ આપતું હતું એટીએમ, લોકોની લાગી ગઇ લાઇન 2 - image

આ ઘટના ઉત્તરપ્રદેશના સૈદપુર કસ્બાની એસબીઆઇ બેંકના એટીએમમાં બની હતી જેમાં ૨ લાખના સ્થાને ૪ લાખ રોકડા ઉપાડી લેવાયા હતા.બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રાહકોને રિકવરી નોટિસ મોકલીને વસૂલી કરવામાં આવશે. એટીએમના વિચિત્ર બિહેવિયરની ઘટના મંગળવારે સવારે ૧૧ વાગે બની હતી. અધિકારીઓનું માનવું હતું કે સોફટવેરમાં કોઇ ટેકનિકલ ઇશ્યુ થવાથી આમ બન્યું હતું. સામાન્ય રીતે આમ બનતું નથી માટે બેંક સત્તાવાળાઓએ નિષ્ણાતોની મદદ માંગી છે. વધારે નાણા લઇ જનારા ગ્રાહકોની તપાસ શરુ થઇ છે. (પ્રતિકાત્મક ઇમેજ) 



Google NewsGoogle News