Get The App

પીએમ કિસાન સન્માન નિધિ યોજના: આજે 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયો PM કિસાન યોજનાનો 18મો હપ્તો

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
પીએમ કિસાન સન્માન નિધિ યોજના: આજે 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયો PM કિસાન યોજનાનો 18મો હપ્તો 1 - image


Image: Facebook

PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 18માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોને આજે ખુશખબર મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તાના 2,000 રૂપિયા જાહેર કર્યા. જેના હેઠળ 9.4 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને 20,000 કરોડથી વધુ રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. સમગ્ર દેશના 9.4 કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી કોઈ વચેટિયાની ભાગીદારી વિના 20,000 કરોડ રૂપિયાથી વધુનો પ્રત્યક્ષ નાણાકીય ફાયદો મળ્યો.

ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા મળે છે

24 ફેબ્રુઆરી 2019એ લોન્ચ કરવામાં આવેલી પીએમ-કિસાન યોજના ત્રણ સમાન હપ્તામાં જમીન ધારક ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. ખેડૂતોના ખાતામાં દર 4 મહિનાના અંતરે 3 હપ્તામાં 2-2 હજાર રૂપિયા કરીને મોકલવામાં આવે છે. 18મો હપ્તો જારી થવાની સાથે જ આ યોજના હેઠળ કુલ વિતરણ ભંડોળ 3.45 લાખ કરોડથી વધુ થઈ જશે. આ કાર્યક્રમથી સમગ્ર દેશમાં 11 કરોડથી વધુ ખેડૂતોને મદદ મળે છે અને ગ્રામીણ વિકાસ અને કૃષિ સમૃદ્ધિ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ થાય છે. મહારાષ્ટ્રમાં યોજનાના 17 હપ્તામાં લગભગ 1.20 કરોડ ખેડૂતોને લગભગ 32,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જે ભારતના તમામ રાજ્યોમાં બીજી સૌથી વધુ રકમ છે.

8માં હપ્તામાં લગભગ 91.51 લાખ ખેડૂતોને 1,900 કરોડ રૂપિયાથી વધુનો ફાયદો મળશે. પીએમ-કિસાન હપ્તાના વિતરણની સાથે-સાથે, પ્રધાનમંત્રી નમો શેતકારી મહાસન્માન નિધિ યોજનાના 5 મા હપ્તા હેઠળ મહારાષ્ટ્રના ખેડૂતોને લગભગ 2,000 કરોડ રૂપિયાનો વધુ લાભ પણ જાહેર કરશે જેથી તેમના પ્રયત્નોને વધુ સમર્થન મળી શકે.


Google NewsGoogle News