Get The App

શ્રાપિત ગામ જ્યાં કોઈ દિવાળીની ઉજવણી નથી કરતું, ઘરમાં કેદ થઈ જાય છે લોકો, શું છે કારણ?

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
શ્રાપિત ગામ જ્યાં કોઈ દિવાળીની ઉજવણી નથી કરતું, ઘરમાં કેદ થઈ જાય છે લોકો, શું છે કારણ? 1 - image


Himachal's sammu village did not celebrated diwali: હાલમાં સમગ્ર દેશમાં દિવાળીની ધૂમ ચાલી રહી છે. લોકો જેરશોરથી દિવાળીના તહેવારની તૈયારી કરી રહ્યા છે. ગુરુ વારે દેશનો દરેક ખૂણે રોશનીથી ઝળહળી ઉઠશે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે, ભારતમાં એક એવું પણ ગામ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ દિવાળીની ઉજવણી નથી કરતું. 

હિમાચલ પ્રદેશના હમીરપુરમાં એક એવું ગામ છે જ્યાં ન તો દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને ન તો દિવાળીની કોઈ તૈયારી કરવામાં આવે છે. હમીરપુર જિલ્લાના સમ્મૂ ગામમાં ઘણા વર્ષોથી દિવાળીની ઉજવણી કરવાની તો દૂરની વાત પરંતુ આ દિવસે ઘરમાં પકવાન પણ બનાવવામાં નથી આવતા. લોકોનું માનવું છે કે, ગામને એક શ્રાપ મળ્યો છે, તેથી અહીં દિવાળીની ઉજવણી કરવામાં નથી આવતી. જો અહીં કોઈ વ્યક્તિ દિવાળીની ઉજવણી કરે તો અહીં કોઈ આફત આવે છે અથવા તો અકાળે મૃત્યુ થઈ જાય છે. 

આ પણ વાંચો: દિવાળી પર ભૂલથી પણ ના કરતા આ કામ, નહીતર આખું વર્ષ થશો હેરાન!

દિવાળીના દિવસે લોકો ઘરમાંથી બહાર પણ નથી નીકળતા

આ વખતે પણ હમીરપુર જિલ્લાના મુખ્યાલયથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા સમ્મુ ગામમાં દિવાળીને લઈને કોઈ રોનક નજર નથી આવી રહી. અહીં સેંકડો વર્ષોથી દિવાળીની ઉજવણી કરવાનું ટાળવામાં આવે છે. દિવાળીના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે, પરંતુ જો કોઈ પરિવાર આકસ્મિક રીતે ફટાકડા ફોડે અને ઘરમાં પકવાન બનાવે તો ગામમાં આફત આવવવાનું નક્કી છે. 

એવું નથી કે લોકોએ આ શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ ન કર્યો હોય. ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા. ગામને આ શ્રાપમાંથી મુક્ત કરવા માટે ઘણી વખત હવન-યજ્ઞનો પણ સહારો લેવામાં આવ્યો પરંતુ આ બધા પ્રયાસો નિષ્ફળ થયા. લોકોમાં શ્રાપનો એટલો ડર છે કે દિવાળીના દિવસે ઘરની બહાર નીકળવું પણ ગ્રામજનોને યોગ્ય નથી લાગતું. 

કોઈ દિવાળી મનાવે તો આફત આવે છે......

એક વ્યક્તિએ જણાવ્યું કે, સેંકડો વર્ષોથી ગામમાં દિવાળીની ઉજવણી કરવામાં નથી આવતી. જો કોઈ દિવાળીની ઉજવણી કરવાનો પ્રયાસ કરે તો ગામમાં કોઈનું મૃત્યુ થઈ જાય છે અથવા તો આફત આવી પડે છે. 

શું છે શ્રાપની કહાની

ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસે જ આ જ ગામની એક મહિલા પોતાના પતિ સાથે સતી થઈ ગઈ હતી. આ મહિલા દિવાળીની ઉજવણી કરવા માટે પોતાના પિયર જઈ રહી હતી. તેનો પતિ રાજાના દરબારમાં સૈનિક હતો. પરંતુ મહિલા ગામથી થોડે દૂર પહોંચી અને તેને ખબર પડી કે તેના પતિનું મૃત્યુ થઈ ગયું છે.

મહિલા ત્યારે ગર્ભવતી હતી. એવું કહેવાય છે કે મહિલા આ આઘાત સહન ન કરી શકી અને તેના પતિ સાથે સતી થઈ ગઈ. આ સાથે જ સતી થતાં તેમણે આખા ગામને શ્રાપ આપ્યો હતો કે, આ ગામના લોકો ક્યારેય દિવાળીનો તહેવારની ઉજવણી નહીં કરી શકશે. તે દિવસથી આજદિન સુધી આ ગામમાં કોઈએ દિવાળીની ઉજવણી નથી કરી. લોકો માત્ર સતીની મૂર્તિની જ પૂજા કરે છે.


Google NewsGoogle News