Get The App

આતંકવાદીઓએ ધર્મ નહીં પૂછ્યો હોય', પહલગામ મુદ્દે કર્ણાટકના મંત્રીના નિવેદન પર વિવાદ

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
આતંકવાદીઓએ ધર્મ નહીં પૂછ્યો હોય', પહલગામ મુદ્દે કર્ણાટકના મંત્રીના નિવેદન પર વિવાદ 1 - image
Image Twitter

Kashmir Terror Attack: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયાએ પહલગાવ આતંકી હુમલાને લઈને પાકિસ્તાન સાથે યુદ્ધના પક્ષમાં ન હોવાના નિવેદન આપ્યાના એક દિવસ બાદ સરકારના એક મંત્રીએ તેમના નિવેદનથી વધુ એક વિવાદ ઉભો કર્યો છે. તેમના મંત્રીએ કહ્યું કે, 'આતંકવાદીઓ તેમના નિશાના પર હુમલો કરતા પહેલા તેમનો ધર્મ પૂછતા નથી.'

આ પણ વાંચો: 'મારો આર્મીવાળો ભાઈ ના હોત તો 30-40 વધુ મર્યા હોત.. ', પહલગામમાં આતંકીઓના તાંડવની આંખો-દેખી

''હું નથી માનતો કે હત્યારાઓએ ગોળીબાર કરતા પહેલા કોઈને ધર્મ પૂછ્યો હશે'

કર્ણાટકના આબકારી મંત્રી આરબી તિમ્માપુરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'મને નથી લાગતું કે હત્યારાઓએ ગોળીબાર કરતા પહેલા કોઈનો ધર્મ પૂછ્યો હશે. જે વ્યક્તિ ગોળીબાર કરી રહ્યો છે, શું તે જાતિ કે ધર્મ પૂછશે? તે ફક્ત ગોળીબાર કરીને જતો રહેશે. તમે જ વિચારો કે, તે ત્યાં ઊભા રહીને નહીં પૂછે અને પછી ગોળીબાર પણ નહીં કરે.' તેમણે કહ્યું કે, દેશ આ ઘૃણાસ્પદ હુમલાથી નારાજ છે અને આરોપ લગાવ્યો છે કે તેને ધાર્મિક મુદ્દા તરીકે રજૂ કરવાનું કાવતરું છે.

કોંગ્રેસ સરકારના મંત્રીએ કહ્યું કે, 'મને લાગે છે કે જ્યારે તેઓ આતંકવાદી હુમલો કરી રહ્યા હતા ત્યારે તેઓએ ધર્મ વિશે પૂછ્યું ન હતું. જો તેઓએ પૂછ્યું હોત, તો ધર્મના આધારે મુદ્દાનું રાજકારણ કરવા માટે આવા નિવેદનનો ઉપયોગ કરવાનું ગાંડપણ ન હોવું જોઈએ.'

'જેમણે હિન્દુ કહ્યું, તેમને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા'

મંગળવારના રોદજ પહલગામના બૈસરન ખીણમાં આતંકવાદીઓ દ્વારા 25 પ્રવાસીઓ અને એક કાશ્મીરી ટટ્ટુ સવારી ઓપરેટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કેટલાક પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ દરેક પાસે ગયા હતા અને તેમનો ધર્મ પૂછ્યો હતો. જે લોકોએ હિન્દુ કહ્યું, તેમને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ

ભાજપના પ્રવક્તાએ કર્યો વળતો પ્રહાર 

ભાજપના પ્રવક્તા સીઆર કેશવને કર્ણાટકના મંત્રીની ટિપ્પણી પર કડક પ્રતિક્રિયા આપતા તેને "બર્બર અને દુષ્ટ" કહ્યું હતું. 'કર્ણાટકના કોંગ્રેસના મંત્રી થિમ્માપુરની બર્બર અને દુષ્ટ ટિપ્પણીએ શોકગ્રસ્ત પરિવારોની પ્રામાણિકતાનું અપમાન કર્યું છે અને પહલગામમાં પાકિસ્તાન સમર્થિત ઇસ્લામિક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પીડિતોના સાહસી બલિદાનનું અપમાન કર્યું છે.


Tags :