વૈષ્ણોદેવી યાત્રીઓ પર આતંકી હુમલો : નવના મૃત્યુ
વૈષ્ણોદેવીના યાત્રાળુઓને લઈ જતી બસ પર જમ્મુ કાશ્મીરના રીઆસી ગામ નજીક આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા બસ બચાવ દરમ્યાન ખીણમાં પડી. નવ યાત્રાળુઓના મૃત્યુ થયા અને ૪૧ ઇજા પામ્યા. આંતકીઓએ ૨૦ - ૨૫ મિનિટ સુધી ફાયરિંગ જારી રાખ્યું હતું. બધા પ્રવાસીઓએ માથું નમાવી દીધું હતું તેથી મોટી જાનહાનિ થતી રહી ગઈ. બચાવ કામગીરી પણ ત્વરિત ચાલુ થઈ હતી.