આતંકવાદીઓને સેનાની ચેતવણી! CRPFએ કહ્યું- 'ગમે તેટલા હોય, તે બધાનો ખાતમો કરી દેવાશે'
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને લઈને CRPFના એક અધિકારીએ મોટું નિવેદન
અધિકારીનું કહેવું છે કે ટૂંક સમયમાં અહીં આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવશે
Terrorism Considered 'Dirty Word': જમ્મુ કાશ્મીરમાં હવે ટુંક સમયમાં જ આતંકવાદનો સફાયો કરી દેવામાં આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં હવે સ્થિતિ બદલાઈ રહી છે. અહીં આતંકવાદને લઈને લોકોના વિચારો પણ બદલાઈ રહ્યા છે. અહીના લોકો હવે આતંકવાદને ગંદો શબ્દો માને છે. જ્યારે સામાન્ય લોકોના વિચારો બદલાશે, ત્યારે આ આતંકવાદનો ખાતમો કરવામાં વધુ સમય લગાશે નહીં. તેમણે કહ્યું કે, ભલે ગમે તેટલા આતંકીઓ હોય, અમે જલ્દી તેને ખતમ કરીશું. આ તમામ આતંકવાદીઓ માટે ડેથ વોરન્ટ પર સહી કરી દેવામાં આવી છે. આગળ તેમણે કહ્યું કે, આતંકવાદીઓ ગતે તે હોય,તે આદર્શ બની શકે નહીં.
આતંકવાદને ગંદો શબ્દ માનવામાં આવે છે
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ હવે જાણીતો શબ્દ નથી. આતંકવાદ શબ્દ હવે 'ગંદો શબ્દ' ગણાય છે. CRPFના ADG નલિન પ્રભાતે શોપિયાંમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આપણે જે મૂળભૂત વાત સમજવાની છે તે એ છે કે, આજના વાતાવરણમાં આતંકવાદ હવે જમ્મુ કાશ્મીરમાં લોકપ્રિય શબ્દ નથી રહ્યો. હવે તે એક ગંદો શબ્દ છે. તેથી તેઓ આતંકવાદને ખતમ કરશે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, જે દિવસે કોઈ વ્યક્તિ આતંકવાદી બને છે અથવા આતંકવાદી સંગઠનમાં જોડાય છે, તે જ દિવસે તે તેના 'ડેથ વોરન્ટ' પર સહી કરશે.
તમામ આતંકીઓની હાલત એક જેવી થશે
વધુમાં ADG નલિન પ્રભાતે જણાવ્યું હતું કે, કેટલા આતંકીઓ હાલ સક્રિય છે, પરંતુ તેના કોઈ ફેરક પડવાનો નથી. કારણે કે, તે બધાની એક જેવી જ હાલત થશે. તેનાથી શુ ફરક પડે છે કે, 2, 20 કે 50 હોય. તે બધાનો ખાતમો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોઈ આતંકવાદી રોલ મોડલ ન હોઈ શકે. જે બાળકો આગળ જતા ખેલાડી,ડોક્ટર અને એન્જિનિયર બને છે તેઓ જ સાચા રોલ મોડલ છે.