ફરી એકવાર નૂંહ ભડક્યું! બે જૂથ વચ્ચે પથ્થરમારો, મહિલાને જીવતી સળગાવી દેવાઈ, પોલીસ ફોર્સ તૈનાત
Nuh Crime: હરિયાણાના નૂંહ જિલ્લામાં ફરી એક વખત સ્થિતિ વણસી ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નૂંહના લહરવાડી ગામમાં શુક્રવારે પરસ્પર અદાવતના કારણે બે પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન એક 32 વર્ષની યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ યુવતીનું મોત થઈ ગયું છે. જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ ફોર્સ તેહનાત કરવામાં આવી છે.
21 વર્ષીય યુવકનું મોત થઈ ગયું હતું
પ્રાપ્ત માહિતી પ્રમાણે નૂંહના લહરવાડી ગામમાં લગભગ સાત મહિના પહેલા જમીનના વિવાદને લઈને બે પક્ષો સામસામે આવી ગયા હતા. હિંસક અથડામણમાં રિઝવાન નામના 21 વર્ષીય યુવકનું મોત થઈ ગયું હતું. હત્યા બાદ પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી જેલ હવાલે કરી દીધા હતા. ત્યારબાદ યુવકની હત્યાના આરોપી પક્ષના લોકો ગામ છોડીને ફરાર થઈ ગયા હતા.
ઘટનાના લગભગ સાત મહિના પછી આરોપી પક્ષના લોકોએ પોલીસનો સંપર્ક કર્યો અને ગામમાં ફરી વસાવવા વિનંતી કરી હતી. ત્યારબાદ પુન્હાના પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બંને પક્ષોને બોલાવ્યા અને સહમતિ કરાવી હતી. શુક્રવારે પોલીસ આરોપી પક્ષના લોકોને તેમના ઘરે લઈ ગઈ હતી. ત્યારબાદ જ્યારે પોલીસ જતી રહી ત્યારે બંને પક્ષો ફરી સામસામે આવી ગયા હતા.
પોતાની દીકરીને જ જીવતી સળગાવી દીધી
માહિતી મળી રહી છે કે, બંને જૂથો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. ઝઘડા દરમિયાન જ શહેનાઝ પર પેટ્રોલ રેડીને તેને આગ ચાંપી દેવામાં આવી હતી. ખરાબ રીતે દાઝી જવાથી શહેનાઝનું મોત થઈ ગયુ છે. યુવતીના પરિવારજનો આરોપી પક્ષ પર હત્યાનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે આરોપી પક્ષના લોકોનું કહેવું છે કે યુવતીના પરિવારના સભ્યોએ તેમની દુશ્મનીનો બદલો લેવા માટે પોતાની દીકરીને જ જીવતી સળગાવી દીધી હતી. મૃતક શહેનાઝ વિકલાંગ હતી અને છૂટાછેડા લઈ લીધા હતા. તે પોતાના પિતાના ઘરે જ રહેતી હતી.
બંને જૂથો વચ્ચેની આ બબાલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મૃતકના પરિવારજનો પથ્થરમારો કરતા નજર આવી રહ્યા છે. કેટલીક મહિલાઓ અન્ય મહિલાઓ પર પેટ્રોલ છાંટતી નજર આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે મહલા પર પેટ્રોલ છાંટવામાં આવી રહ્યું છે તે મહિલા શહેનાઝ છે. તપાસ અધિકારી રાકેશ કુમારે જણાવ્યું કે, ગઈ કાલે અમને સૂચના મળી હતી કે યુવતીનું આગમાં સળીને મોત થઈ ગયું છે. ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.