રાજસ્થાનમાં મતદાન સમયે ભીડ બેકાબૂ બની, બે જુથ વચ્ચે પથ્થરમારો થતાં તંગદિલી, સુરક્ષા દળોએ સ્થિતિ સંભાળી

લોકો તેમના ઘરની છત પરથી પથ્થર ફેંકતા જોવા મળ્યા હતા

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
રાજસ્થાનમાં મતદાન સમયે ભીડ બેકાબૂ બની, બે જુથ વચ્ચે પથ્થરમારો થતાં તંગદિલી, સુરક્ષા દળોએ સ્થિતિ સંભાળી 1 - image


Rajasthan Assembly Election 2023 : રાજસ્થાનમાં હાલ મતદાન ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના ફતેહપૂરમાં બે જૂથો વચ્ચે તણાવના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મતદાન દરમિયાન ભીડ બેકાબૂ થઈ ગઈ હતી અને ત્યાર બાદ પથ્થરમારો થતાં વિસ્તારમાં તણાવ સર્જાયો હતો.

એક કલાક સુધી અરાજકતાનો માહોલ રહ્યો

રાજસ્થાનમાં 199 વિધાનસભાની બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું હતું. ત્યારે ફતેહપુર શેખાવતીમાં બે જૂથ વચ્ચેના તણાવ દરમિયાન ભીડ કાબૂ બહાર ગઈ હતી અને ત્યારબાદ ભારે પથ્થરમારો થયો હતો, જેના પગલે આ વિસ્તારમાં એક કલાક સુધી અરાજકતાનો માહોલ રહ્યો હતો. હાલ સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને ભીડને કાબૂમાં લઈને કાર્યવાહી કરતા કેટલાક પથ્થર ફેંકનારા લોકો ત્યાથી નાસી ગયા છે.

થોડીવાર માટે મતદાન રોકી દેવામાં આવ્યું હતું

આ તણાવ વચ્ચે વિસ્તારમાં થોડીવાર માટે મતદાન રોકી દેવામાં આવ્યું હતું, જો કે સુરક્ષા દળોના જવાનો દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લીધા બાદ ફરી મતદાન શરૂ કરવામાં આવ્યુ છે. આ તણાવ થોડા સમય માટે જ ચાલ્યો પરંતુ આ દરમિયાન રસ્તા પર ભારે પથ્થરમારો થઈ ગયો હતો. લોકો તેમના ઘરની છત પરથી પથ્થર ફેંકતા જોવા મળ્યા હતા. હાલ પોલીસ અને સુરક્ષા દળોના જવાનો સ્થળ પર તૈનાત છે અને સ્થિતિ કાબુમાં આવી છે.


Google NewsGoogle News