રામ મંદિર સાથે જોડાયેલા દસ મહત્ત્વના સવાલ, જેના જવાબ તમે પણ જાણવા માંગતા હશો...

રામ મંદિરને લઈને લોકોના મનમાં ભેર ઉત્સાહ છે

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
રામ મંદિર સાથે જોડાયેલા દસ મહત્ત્વના સવાલ, જેના જવાબ તમે પણ જાણવા માંગતા હશો... 1 - image


Ram Mandir Facts: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવાનો દેશવાસીઓની વર્ષો જૂની ઈચ્છા હવે પૂરી થઈ ગઈ છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા વિના મૂર્તિની પૂજા અધૂરી મનાય છે. આજે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થશે પછી પ્રભુ શ્રી રામની મૂર્તિની આંખો પર બાંધેલી પટ્ટી પણ હટાવી દેવાશે. રામ મંદિરને લઈને લોકોના મનમાં ભેર ઉત્સાહ છે. રામ મંદિર સાથે સંકળાયેલા અનેક પ્રશ્નો પણ છે, જેના જવાબ તમે પણ જાણવા માંગતા હશો. તો ચાલો જાણીએ રામ મંદિર સાથે જોડાયેલી મહત્ત્વની માહિતી...

રામની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરાઈ?

22 જાન્યુઆરીના રોજ 84 સેકન્ડના શુભ મુહુર્તમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. બપોરે 12 કલાક, 29 મિનિટથી 12 કલાક 30 મિનિટની વચ્ચેના સમયમાં આ વિધિ પૂર્ણ કરાઈ.

રામ મંદિરની લંબાઈ, પહોળાઈ કેટલી છે?

રામ મંદિરની લંબાઈ 360 ફૂટ, પહોળાઈ 235 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. ત્રણ માળના આ મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો છે, જેમાં 44 દરવાજા અને 366 થાંભલા છે. આ પૈકી 14 દરવાજા પર સોનાની પરત ચઢાવાઈ છે. 

રામ મંદિર કેટલા  ક્ષેત્રફળમાં ફેલાયેલું છે, કુલ પરિસર કેટલું મોટું છે? 

રામ મંદિર પરિસરનું કુલ ક્ષેત્રફળ 2.7 એકર છે, જેના 57,000 ચોરસ ફૂટ વિસ્તારમાં રામ મંદિર છે. 

રામ મંદિરમાં દર્શનનો સમય શું રહેશે?

રામ મંદિરમાં સવારે સાતથી 11:30 અને બપોરે 2:00થી સાંજે 7:00 સુધી કરી દર્શન શકાશે. 

રામ મંદિરમાં આરતીનો સમય શું રહેશે?

રામ મંદિરમાં સવારે 6:30 વાગે, બપોરે 12:00 અને સાંજે 7:30 વાગે એમ ત્રણ વાર રામલલા સહિતના દેવીદેવતાઓની આરતી થશે. 

પ્રભુ શ્રી રામની જૂની મૂર્તિનું શું કરાશે?

પ્રભુ શ્રી રામની નવી મૂર્તિની સાથે જૂની મૂર્તિની પણ ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. 

રામલલાનું સૂર્યતિલક ક્યારે થશે?

રામ નવમીના દિવસે પ્રભુ શ્રી રામને સૂર્ય તિલક થશે. બપોરે 12:00 વાગે સૂર્યનું કિરણ રામલલાના કપાળ પર પડશે, જેને સૂર્યતિલક કહેવાય છે. 

રામ મંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે?

સૂર્યને ધ્યાનમાં રાખી રામ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં રખાયું છે. 

પ્રભુ શ્રી રામની મૂર્તિની રચના કોણે કરી છે?

પ્રભુ શ્રી રામની મૂર્તિની રચના કર્ણાટકના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજે કરી છે. 

રામ મંદિરનું નિર્માણ કઈ ચીજવસ્તુથી કરાયું છે?

રામ મંદિર બનાવવામાં લોખંડ-સ્ટિલનો ઉપયોગ નથી કરાયો. સમગ્ર મંદિર પથ્થરોથી બનાવાયું છે. 

રામ મંદિર બનાવવા ઈંટોનો ઉપયોગ પણ નથી કરાયો?

ઈંટોનો ઉપયોગ કરાયો છે અને દરેક ઈંટ પર શ્રી રામનું નામ લખાયું છે. 

મંદિર પરિસરમાં બીજા કયા દેવીદેવતાના મંદિર છે?

રામ જન્મભૂમિ પરિસરમાં મુખ્ય મંદિર સિવાય બીજા સાત મંદિરનું નિર્માણ ચાલુ છે. તેમાં ભગવાન રામના ગુરુ બ્રહ્મર્ષિ વશિષ્ઠ, બ્રહ્મષિ વિશ્વામિત્ર, બ્રહ્મષિ વાલ્મીકિ, અગસ્ત્ય મુનિ, રામભક્ત કેવટ, નિષાદરાજ અને માતા શબરીના મંદિર સામેલ છે. આ નિર્માણકાર્ય 2024 સુધી પૂર્ણ થઈ જશે. 

રામ મંદિર અને પરિસરની અન્ય વિશેષતાઓ શું છે?

•રામ મંદિરના પહેલા માળે પ્રભુ શ્રી રામનો દરબાર

•20X20 ફૂટનું અષ્ટકોણીય આકારનું ગર્ભગૃહ  

•મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ 

•પૂર્વ દિશામાં પ્રવેશદ્વાર, 32 સીડી ચઢીને સિંહદ્વાર

•મંદિરની ચારેય તરફ ચોરસ આકારમાં મંદિર સુધી જતો માર્ગ

•પરકોટા તરીકે ઓળખાતી આ રચના 732 મીટર લાંબી, 14 ફૂટ પહોળી 

•ચારેય પરકોટા પર સૂર્ય, મા ભગવતી, ગણપતિ અને શિવજીના મંદિર

•ઉત્તર તરફ અન્નપૂર્ણા અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર

•દક્ષિણ-પશ્ચિમે નવરત્ન કુબેર ટીલા પર જટાયુની પ્રતિમા

•મંદિરમાં પાંચ મંડપ- નૃત્ય, રંગ, સભા, પ્રાર્થના અને કીર્તન 


Google NewsGoogle News