જમ્મુ-કાશ્મીરમાં વધુ એક મંદિરમાં મૂર્તિની તોફડોડ બાદ આગચંપી, દોષિત પકડાઈ જતાં ગુનો કબૂલ્યો
Temple Vandalized In Jammu: જમ્મુ-કાશ્મીરમાં નારાયણ વિસ્તારમાં આવેલા મંદિરમાં કેટલીક મૂર્તિઓની તોડફોડ કરીને આગચંપી હોવાની ઘટના સામે આવી હતી. જેને લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તથા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ ઉપરાંત સિનિફર ડોગ સાથેની પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ ચાર વ્યક્તિઓની અટકાયત કરી હતી. જેમાં અરૂણ શર્માએ ગુનાની કબૂલાત કરી લીધી હતી.
આ પણ વાંચો: ભાજપના કેન્દ્રીયમંત્રીએ ઉદ્ઘાટન માટે પૈસા માંગ્યા! કહ્યું - 'હું સાંસદની સાથે સાથે...', જાણો નિયમ શું છે?
મંદિરમાં તોડફોડની બીજી ઘટના
મળતી માહિતી અનુસાર, મંદિરમાં કરેલા કાળા જાદુ સામે ગુસ્સે થઈને ગુનાઇત કૃત્ય કર્યું છે. અર્જુન શર્મા નામના આ સ્થાનિક રહેવાસીએ મેજિસ્ટ્રેટ સમક્ષ બનાવમાં પોતાની સંડોવણી કબૂલાતા કરી હતી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ વિસ્તારમાં ગત સપ્તાહમાં મંદિરમાં કરાયેલી તોડફોડનો આ બીજી ઘટના છે. અગાઉ 30મી જુને રિયાસી જિલ્લાના એક ગામના મંદિરમાં તોડફોડ કરાઈ હતી. પોલીસે આ બનાવની તપાસ માટે 43 શંકાસ્પદોની અટકાયત કરી હતી.