Get The App

'સમય અને સ્થળ જણાવો અમે પૂછપરછ માટે આવી જઈશું': ED સમક્ષ હાજર ન થનાર CM હેમંત સોરેનને 7મી નોટિસ

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
'સમય અને સ્થળ જણાવો અમે પૂછપરછ માટે આવી જઈશું': ED સમક્ષ હાજર ન થનાર CM હેમંત સોરેનને 7મી નોટિસ 1 - image


Image Source: Twitter

- આ મામલે ED તેમને અગાઉ 6 વખત સમન્સ પાઠવી ચૂકી છે

નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર 2023, શનિવાર

ED Notice To Hemant Soren: જમીન કૌભાંડ મામલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછપરછ માટે EDએ છેલ્લી નોટિસ પાઠવી છે. આ સાથે જ કેન્દ્રીય એજન્સીએ આ સાથે કેન્દ્રીય એજન્સીએ સોરેનને તેમની ઈચ્છા પ્રમાણે સ્થળ અને સમય જણાવવા કહ્યું છે જેથી EDના અધિકારીઓ જઈને તેમની પૂછપરછ કરી શકે.

EDએ હેમંત સોરેનને પાઠવેલા સમન્સમાં કહ્યું કે, જમીન કૌભાંડ મામલે તેમનું નિવેદન નોંધવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે ED તેમની ઈચ્છા પ્રમાણે નિવેદન નોંધવા માટે તૈયાર છે. આ મામલે ED તેમને અગાઉ 6 વખત સમન્સ પાઠવી ચૂકી છે. 

'નોટિસને સમન્સ તરીકે જોવી'

EDએ હેમંત સોરેનને મોકલેલી નોટિસમાં એમ પણ લખ્યું છે કે આ પત્રને સમન્સ તરીકે જોવામાં આવે. કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે મુખ્યમંત્રી સોરેન આગામી બે દિવસમાં જમીન કૌભાંડ કેસમાં પોતાનું નિવેદન રેકોર્ડ કરાવે. EDએ પત્રમાં એમ પણ લખ્યું છે કે આ પત્રને સમન્સ તરીકે જ જોવામાં આવે.

નોટિસમાં લખવામાં આવ્યું કે, બડગાઈ જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરવાની છે. આ મામલાની તપાસ આગળ વધારવા માટે મુખ્યમંત્રીનું નિવેદન નોંધવું ખૂબ જ જરૂરી છે. નિવેદન ન નોંધાતા તપાસ પ્રભાવિત થઈ રહી છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીને આ અંતિમ તક આપવામાં આવી રહી છે કે, તેઓ કોઈ એવું સ્થળ નક્કી કરે જે ED અને તેમના બંને માટે યોગ્ય હોય અને ત્યાં જ મુખ્યમંત્રીનું નિવેદન નોંધવામાં આવશે.

મુખ્યમંત્રી હેમંત સોરેને જમીન કૌભાંડ કેસમાં EDના છ સમન્સને નજરઅંદાજ કર્યા છે. વારંવાર નોટિસ પાઠવવા છતાં પણ તેઓ એજન્સીની ઓફિસે નથી પહોંચ્યા ત્યારબાદ EDએ મુખ્યમંત્રી હેમંત સોરેનને સાતમી નોટિસ મોકલી છે.


Google NewsGoogle News