Get The App

સાયબર ગુનેગારોએ ટ્રાઈની સીમ કાર્ડ બ્લોક કરવાની કવાયતને જ હાથો બનાવ્યો, લોકોને સાવચેત રહેવાની અપીલ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
TRAI


Cyber Fraud In India: દેશમાં જેમ-જેમ સાયબર ક્રાઈમમાં ઘટાડો કરવા પગલાં લેવાઈ રહ્યા છે, તેમ સાયબર ગુનેગારો નવી નવી રીતોથી લોકોને છેતરી રહ્યા છે. ટ્રાઈએ સાયબર ફ્રોડ પર લગામ કસવા હાલમાં જ લાખો સીમ કાર્ડને બ્લોક કરવાની કવાયત હાથ ધરી હતી. આ કવાયતને જ હાથો બનાવી સાયબર ગુનેગારો નવુ ફ્રોડ આચરી રહ્યા છે. જેમાં યુઝરને તેમનુ મોબાઈલ નેટવર્ક બંધ કરી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી રહ્યા છે.  જેનો ખુલાસો ખુદ  ટ્રાઈએ નવી રીતનો ખુલાસો કર્યો છે. અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

સાયબર સ્કેમરનું નવુ કૌભાંડ

ટ્રાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી નવા સાયબર ફ્રોડ વિશે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ગુનેગારો યુઝરને મોબાઈલ નેટવર્ક બંધ કરવાની ધમકી આપી લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. સાયબર સ્કેમર્સ યુઝરને નિયમો તોડ્યા હોવાનું કારણ જણાવી તેમનું નેટવર્ક સીમકાર્ડ બંધ કરવાની ધમકી આપે છે. અને આમ કરવાથી બચવા મોટી રકમ ચૂકવવા કહે છે. પરંતુ ટ્રાઈ તરફથી આ પ્રકારના કોઈ કોલ આવી રહ્યા નથી.


આ પણ વાંચોઃ સેન્સેક્સમાં 1156 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 984 પોઈન્ટનો કડાકો, 586 શેર્સમાં લોઅર સર્કિટ

તુરંત ફરિયાદ કરવા અપીલ

જો તમારી સાથે આ પ્રકારના અથવા અન્ય કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડી થાય તો તમે તુરંત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી શકો છો. 2024ના પ્રથમ ત્રિમાસિકમાં સાયબર ફ્રોડની 7.4 લાખ ફરિયાદો નોંધાઈ હતી.

રોજના રૂ. 60 કરોડની સાયબર છેતરપિંડી

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં સાયબર ગુનેગારોએ કુલ રૂ. 11269 કરોડની છેતરપિંડી કરે છે. અર્થાત રોજના સરેરાશ રૂ. 60 કરોડની છેતરપિંડી સાયબર ફ્રોડ મારફત થઈ રહી છે. જેનાથી લોકોને જીડીપીના 0.7 ટકા સમકક્ષ નુકસાન થઈ રહ્યું છે.

વિદેશમાં બેઠા બેઠા આચરી રહ્યા છે ગુનો

ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર અનુસાર, આગામી વર્ષે સાયબર છેતરપિંડી મારફત રૂ. 1.2 લાખ કરોડનું નુકસાન થવાનું જોખમ છે. મોટાભાગના સાયબર ગુનેગારો ચીનમાં હોવાનું જાણવા મળ્યું છે. સાયબર છેતરપિંડી કરનારા ગુનેગારો વિવિધ દેશોમાં બેઠા બેઠા ભારતમાં ભારતીયોને છેતરવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.

સાયબર ગુનેગારોએ ટ્રાઈની સીમ કાર્ડ બ્લોક કરવાની કવાયતને જ હાથો બનાવ્યો, લોકોને સાવચેત રહેવાની અપીલ 2 - image


Google NewsGoogle News