તેલંગાણા પોલીસની મોટી કાર્યવાહી, ટોચના કમાન્ડર સહિત 7 માઓવાદીઓને ઠાર માર્યાનો દાવો
AI Image |
Encounter In Telangana: તેલંગાણા પોલીસે સાત માઓવાદીઓને ઠાર કર્યા છે. મુલુગુ જિલ્લાના એથુરંગારમના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મુલુગુ એસપી ડો. સબારિશે જણાવ્યું હતું કે, 'માઓવાદીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.'
ટોચનો માઓવાદી કમાન્ડર ઠાર!
અહેવાલો અનુસાર, તેલંગાણા પોલીસ અને માઓવાદીઓ વચ્ચે રવિવારે સવારે મુલુગુ જિલ્લાના એથુરંગારામ મંડલના ચલપાકા વિસ્તારના જંગલોમાં અથડામણ થઈ હતી. આ અથડામણમાં યેલેન્ડુ-નરસમપેટ વિસ્તાર સમિતિના કમાન્ડર બદરુ ઉર્ફે પાપન્ના માર્યો ગયો હવાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ તેલંગાણાના ભદ્રાદ્રીના કોઠાગુડેમ વિસ્તારમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં છ માઓવાદીઓ માર્યા ગયા હતા અને બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. માર્યા ગયેલા માઓવાદીઓમાં એક મહિલા પણ સામેલ છે.