Assembly Election 2023 Results : આજે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો થશે જાહેર, ઉમેદવારોના ભાગ્યનો થશે ફેંસલો
મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે
Election results of four states will be announced today : આજે આખા દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.
Madhya Pradesh Election Results LIVE updates: મધ્યપ્રદેશની ચૂંટણીના પરિણામ અહીં જાણો
Rajasthan Election Results LIVE updates : રાજસ્થાનની ચૂંટણીના પરિણામ અહીં જાણો
Chhattisgarh Election Results LIVE updates: છત્તીસગઢની ચૂંટણીના પરિણામ અહીં જાણો
Telangana Election Results LIVE updates: તેલંગાણાની ચૂંટણીના પરિણામ અહીં
મધ્યપ્રદેશ એક્ઝિટ પોલમાં ભાજપ આગળ હોવાનો કરાયો હતો દાવો
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ જશે. ત્યારે, તેના માટે મતગણતરી હાથ ધરાઈ છે. તો ચૂંટણી વલણો પણ આવવાના શરૂ થઈ ગયા છે. 230 વિધાનસભા બેઠકો ધરાવતા મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. મધ્યપ્રદેશમાં અગાઉ 2018માં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં સૌથી વધુ બેઠકો મેળવનાર કોંગ્રેસે BSP, SP અને અપક્ષોના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવી હતી. જોકે ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં બળવો કરી પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થતા કોંગ્રેસની કમલનાથ સરકાર 15 મહિનામાં પડી ભાંગી હતી. જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીતી થઈ હતી. મધ્યપ્રદેશમાં બહુમતી મેળવવાનો આંકડો 116 છે. એક્ઝિટ પોલમાં ભાજપ આગળ હોવાનો દાવો કરાયો હતો.
છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તા વાપસીની આશા
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે, જેના માટે મતગણતરી હાથ ધરાઈ છે. 90 વિધાનસભા બેઠકો ધરાવતા છત્તીસગઢમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. છત્તીસગઢમાં અગાઉ 2018માં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. રાજ્યમાં 7 અને 17 નવેમ્બરે યોજાયેલ 2 તબક્કાનું મતદાન યોજાયું હતું. ત્યારે આજે મતગણતરી હાથ ધરાઈ છે. રાજ્યમાં બહુમતી મેળવવાનો જાદુઈ આંકડો 46 છે.
રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે ટક્કર
રાજસ્થાનમાં કડક સુરક્ષા વચ્ચે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. રાજ્યની 199 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે થયેલા મતદાનનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. 200 વિધાનસભા બેઠકો ધરાવતા રાજસ્થાનમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. રાજસ્થાનમાં અગાઉ 2018માં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીતી હતી. રાજ્યમાં 25 નવેમ્બરે યોજાયેલ મતદાનમાં 74.13 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં બહુમતી મેળવવાનો આંકડો 100 છે.
જો કેસીઆર ચૂંટણી જીતશે તો તેઓ સતત ત્રીજી વખત સત્તામાં આવશે
તેલંગાણાની 119 બેઠકો માટે કડક સુરક્ષા વચ્ચે આજે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે. પોસ્ટલ બેલેટના મતોની પહેલા ગણતરી થશે. ત્યારે રાજ્યનો તાજ કયા પક્ષના શિરે જશે તે આજે જાહેર થઈ જશે. 119 વિધાનસભા બેઠકો ધરાવતા તેલંગાણામાં મુખ્ય પક્ષ તરીકે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS - અગાઉનું નામ તેલંગણા રાષ્ટ્ર સમિતિ-TRS)નો દબદબો છે. 2014માં તેલંગાણા રાજ્ય બન્યા બાદ 2 વાર ચૂંટણીઓ યોજાઈ હતી અને બંનેમાં KCRની તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ બહુમતી જીતી હતી. આંધ્રપ્રદેશમાંથી તેલંગણા અલગ રાજ્ય બનાવ્યા બાદ 2014 અને 2018ની ચૂંટણીમાં BRSએ વિજય મેળ્યો હતો. જો કેસીઆર ચૂંટણી જીતશે તો તેઓ સતત ત્રીજી વખત સત્તામાં આવશે. રાજ્યમાં બહુમતી મેળવવાનો જાદુઈ આંકડો 60 છે.