તેલંગાણા સરકારે ખેડૂતોનું દેવું કર્યું માફ, રાહુલ ગાંધી બોલ્યા- જે કહ્યું એ કરી બતાવ્યું

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
તેલંગાણા સરકારે ખેડૂતોનું દેવું કર્યું માફ, રાહુલ ગાંધી બોલ્યા- જે કહ્યું એ કરી બતાવ્યું 1 - image


Image: Facebook

Rahul Gandhi: તેલંગાણા મંત્રીમંડળે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની તરફથી નક્કી 15 ઓગસ્ટની સમય મર્યાદા પહેલા 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય કર્યો છે. કૃષિ લોન માફ થવાને લઈને રાહુલ ગાંધીની ટિપ્પણી પણ સામે આવી છે અને તેમનું કહેવું છે કે જે વચન આપ્યું તે પૂરુ કરીને બતાવ્યું છે. તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે મોટો નિર્ણય લીધો છે અને 15 ઓગસ્ટની સમયમર્યાદા પહેલા ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય લીધો છે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાની મંત્રીમંડળે સ્વીકૃતિ આપી દીધી છે. આ સંબંધિત મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્વમાં મંત્રીમંડળમાં બેઠક થઈ, જે બાદ સીએમે કહ્યું કે સરકાર 15 ઓગસ્ટ પહેલા ખેડૂતોની લોન માફ કરશે. આ દરમિયાન શનિવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગાણાના ખેડૂતોને શુભકામનાઓ આપી છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું, તેલંગાણાના ખેડૂત પરિવારોને શુભકામનાઓ. કોંગ્રેસ સરકારે તમારી 2 લાખ રૂપિયા સુધીની તમામ લોન માફ કરીને ખેડૂત ન્યાયના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં ઐતિહાસિક પગલું વધાર્યું છે, જે 40 લાખથી વધુ ખેડૂત પરિવારોને દેવા મુક્ત બનાવશે. જે કહ્યું, તે કરીને બતાવ્યું, આ નીતિ છે અને ટેવ પણ. 

લોન માફીથી 47 લાખ ખેડૂતોને લાભ થશે

તેમણે કહ્યું, કોંગ્રેસ સરકારનો અર્થ છે રાજ્યનો ખજાનો ખેડૂતો અને મજૂરો સહિત વંચિત સમાજને મજબૂત બનાવવામાં ખર્ચ થવાની ગેરંટી, જેનું ઉદાહરણ છે તેલંગાણા સરકારનો આ નિર્ણય. અમારું વચન છે કે કોંગ્રેસ જ્યાં પણ સરકારમાં હશે, હિંદુસ્તાનનું ધન હિંદુસ્તાનીઓ પર ખર્ચ કરશે. પૂંજીપતિઓ પર નહીં.

લોન માફીના નિર્ણયથી તેલંગાણાના 47 લાખ ખેડૂતોને લાભ મળવાની શક્યતા છે. લોન માફી માટે મુખ્યમંત્રીની રૂપરેખા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેલંગાણાના લોકોને વચન આપ્યું હતું કે જો પ્રદેશમાં તેમની સરકાર આવશે તો તે ખેડૂતોનું દેવું માફ કરશે. કોંગ્રેસના આ વચને જ પાર્ટીને જીત અપાવવામાં મોટી મદદ કરી. તેલંગાણાના સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રેવંત રેડ્ડીએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે દેવું માફી યોજના 15 ઓગસ્ટ પહેલા પૂરી થઈ જશે.

સરકારે ક્યારથી ક્યાં સુધીની લોન માફ કરી?

સીએમ રેડ્ડીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા પોતાના વચન પર કાયમ રહે છે. અમારા નેતા સોનિયા ગાંધીએ અલગ તેલંગાણા રાજ્ય બનાવવાનું વચન આપ્યું હતું અને અમે તેને પૂર્ણ કર્યું. આ કારણે રાહુલ ગાંધીએ 2022માં વારંગલમાં ખેડૂતોના ચૂંટણી ઢંઢેરા દરમિયાન લોન માફીનું વચન આપ્યું હતું. અમે આ વચનને પણ પૂરું કરવા જઈ રહ્યાં છીએ. કેસીઆર સરકારે 10 વર્ષમાં 28,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરી છે. તેમણે બંને કાર્યકાળમાં ચાર તબક્કામાં ધન જારી કર્યું, પરંતુ એક જ વખતમાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

સરકાર 12 ડિસેમ્બર 2018થી 9 ડિસેમ્બર 2023 સુધી લેવામાં આવેલી કૃષિ લોનની ચૂકવણી કરશે. સરકાર આ યોજના માટે જરૂરી ધન એકત્ર કરવા માટે એક અલગ નિગમની સ્થાપના પર વિચાર કરી રહી છે.


Google NewsGoogle News