ચટાકા લઈને ખવાતી આ વસ્તુ પર એક વર્ષનો બૅન, મહિલાના મોત પર તેલંગાણા સરકારની કાર્યવાહી
Telangana Banned Mayonnaise: તેલંગાણા સરકારે બુધવારે ઈંડાથી બનેલા મેયોનીઝ પર ખાદ્ય સુરક્ષા ચિંતાઓના કારણે એક વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હૈદરાબાદમાં મોમોઝ ખાવાથી એક મહિલાની મોત અને અન્ય 15 લોકો બીમાર પડી જવાનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
ખાદ્ય સુરક્ષા અધિકારીઓ અનુસાર, રાજ્યમાં હાલ ઘણાં એવા મામલા સામે આવ્યા છે, જેમાં કાચા ઈંડાથી બનેલા મેયોનીઝ ખાવાથી સમસ્યા થઈ છે. તેનો ઉપયોગ મોટા પાયે સેન્ડવિચ, મોમોઝ અને શવરમા જેવી વાનગીઓમાં કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ મુંબઈમાં મોટી દુર્ઘટના, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક જ પરિવારના 3 હોમાયા, એક ઈજાગ્રસ્ત
મેયોનીઝના સેવનથી ફૂડ પોઇઝનિંગ
તેલંગાણા ફૂડ સેફ્ટી કમિશનરે એક નિવેદનમાં જણાવ્યું કે, 'થોડા મહિનાના ઓબ્ઝર્વેશન અને અને મળેલી ફરિયાદો પરથી જાણવા મળ્યું કે, કાટા ઈંડાથી બનેલા મેયોનીઝના સેવનથી ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઈ રહી છે.' જેના કારણે બુધવારથી જ તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કમિશનરે ખાદ્ય સુરક્ષા અને ઓથોરિટીને સાવધાન કરતા કહ્યું કે, કાચા ઈંડાના ઉપયોગથી બનતા મેયોનીઝના પ્રોડક્શન, સ્ટોરેજ અને તેના વેચાણ પર 30 ઓક્ટોબર 2024થી એક વર્ષ માટે પ્રતિબંધ રહેશે.
સરકારે આદેશમાં કહ્યું કે, જ્યારે પણ કોઈ યોગ્ય કારણ હશે, જનતાને ખાદ્ય ઉત્પાદનો સાથે જોડાયેલા સંભવિત સ્વાસ્થ્ય જોખમોને લઈને સતર્ક કરવામાં આવશે.
મોમોઝ ખાવાથી મહિલાની મોત
મંગળવારે હૈદરાબાદમાં એક 31 વર્ષીય મહિલાના મોમોઝ ખાધા બાદ મૃત્યુ થઈ ગઈ અને 15 અન્ય લોકો બીમાર થઈ ગયા હતાં. શરૂઆતી તપાસથી જાણ થઈ કે, આ વિક્રેતાઓએ એક જ સપ્લાયર પાસેથી મોમોઝ મંગાવ્યા હતાં. તેનાથી થોડા દિવસ પહેલાં પણ શવાર્મા આઉટલેટ પર ફૂડ પોઇઝનિંગનો મામલો સામે આવ્યો હતો. જેનાથી સ્વાસ્થ્ય અધિકારીઓએ શહેરભરમાં શવરમા આઉટલેટ પર દરોડા પાડ્યા હતાં.