Election Results 2023 | તેલંગાણામાં કોંગ્રેસ બહુમત તરફ પણ આ ડરને લીધે વધ્યું ટેન્શન, ફરી કર્ણાટક તરફ દોડાવી નજર

કોંગ્રેસને તેલંગાણામાં વલણોમાં 70 જેટલી બેઠકો પર બહુમતી મળી

બીઆરએસ સત્તા ગુમાવશે, હાલ 37 જ બેઠકો પર જ લીડ

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
Election Results 2023 | તેલંગાણામાં કોંગ્રેસ બહુમત તરફ પણ આ ડરને લીધે વધ્યું ટેન્શન, ફરી કર્ણાટક તરફ દોડાવી નજર 1 - image


Telangana Election Results 2023 |  દેશભરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાંથી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. જેમાં સૌથી ચોંકાવનારા પરિણામ તેલંગાણાના રહ્યા હતા જ્યાં ભારત રાષ્ટ્ર સમિતિની સરકારને પરાજયનો સ્વાદ ચખાડી કોંગ્રેસ બહુમત સાથે સત્તામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે. જોકે કોંગ્રેસની ખુશીની સાથે જ ચિંતા પણ વધી ગઈ છે. 

કોંગ્રેસને કઈ વાતનો ડર? 

શરૂઆતના વલણો અનુસાર કુલ 119 બેઠકોમાંથી કોંગ્રેસના ખાતામાં 70 બેઠકો આવતી દેખાઈ રહી છે. જ્યારે બીઆરએસ પાસે ફક્ત 37 બેઠકોની લીડ છે. જોકે આવા ચોંકાવનારા પરિણામ પણ હોવા છતાં કોંગ્રેસને ખુશ થવાને બદલે ડર સતાવી રહ્યો છે અને તેને સૌથી વધુ ડર હોર્સ ટ્રેડિંગનો લાગી રહ્યો છે. એટલા માટે તેણે વિજેતા ધારાસભ્યોને પહેલાથી કર્ણાટક મોકલી દેવાનો નિર્ણય કર્યો છે. આ તમામ કામગીરીની જવાબદારી કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને સોંપી દેવામાં આવી છે જેઓ કોંગ્રેસ માટે કર્ણાટક ચૂંટણી વખતે પણ સંકટમોચક સાબિત થયા હતા. 

Election Results 2023 | તેલંગાણામાં કોંગ્રેસ બહુમત તરફ પણ આ ડરને લીધે વધ્યું ટેન્શન, ફરી કર્ણાટક તરફ દોડાવી નજર 2 - image



Google NewsGoogle News