Get The App

'અમે બદલીશું હૈદરાબાદનું નામ', CM યોગી બાદ ભાજપ સાંસદ જી કિશન રેડ્ડીએ કર્યું નવા નામનું એલાન

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
'અમે બદલીશું હૈદરાબાદનું નામ', CM યોગી બાદ ભાજપ સાંસદ જી કિશન રેડ્ડીએ કર્યું નવા નામનું એલાન 1 - image

ભાજપે સોમવારે ફરી એકવાર પોતાનો વચન દોહરાવ્યું. તેલંગાણા ભાજપના અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ કહ્યું કે, પાર્ટી સત્તામાં આવશે તો હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી દેવાશે.

રેડ્ડીએ કહ્યું કે, ભાજપ સરકાર તેલંગાણામાં સત્તામાં આવ્યા તો હૈદરાબાદનું નામ બદલી દેવામાં આવશે. હું પૂછવા માંગું છું કે, હૈદર કોણ છે? શું હૈદર નામની શું જરૂર? હૈદર ક્યાંથી આવ્યા? કોને હૈદરની જરૂર છે. ભાજપ સત્તામાં આવશે તો નક્કી છે કે હૈદર નામ હટાવીને શહેરનું નામ ભાગ્યનગર કરી દેવાશે. તેમણે વધુમાં કહ્યું કે, આ વાત સીએમ યોગી આદિત્યનાથ અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પણ બોલી ચૂક્યા છે.

રેડ્ડીએ કહ્યું કે, જ્યારે મદ્રાસનું નામ ચેન્નઈ, બંબઈનું નામ મુંબઈ, કલકત્તાનું નામ કોલકાતા અને રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દેવાયું છે તો હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવામાં શું મુશ્કેલી છે? કેટીઆરનો દાવો ભાજપના નહીં જીતવા પર આગળ કહ્યું કે, તેઓ અને તેમના પિતા ખુદ ચૂંટણી હારવાના છે.

યોગી આદિત્યનાથે કહ્યું હતું?

રેડ્ડીએ કહ્યું કે, જો ભાજપ સત્તામાં આવી તો અમે તે તમામ વસ્તુ બદલી નાખીશું જેમાં ગુલામીની માનસિકતા છલકાઈ છે. તેમણે કહ્યું કે, ભાજપ નામ બદલવાના સંબંધમાં વિદ્વાનોની સલાહ પણ લેશે.

હાલમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેલંગાણામાં પોતાની ચૂંટણી સભાઓમાં કહ્યું કે, હૈદરાબાદનું નામ ભાગ્યનગર અને મહબૂબનગરનું નામ બદલીને પાલામુરુ કરી દેવું જોઈએ. જણાવી દઈએ કે, તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી છે. અહીં હાલ, કેસીઆરના નેતૃત્વમાં ભારત રાષ્ટ્ર સમિતિની સરકાર છે.


Google NewsGoogle News