Get The App

તેલંગાણાના સીએમ KCR દશેરા પર પોતાની રાષ્ટ્રીય પાર્ટીનું કરશે એલાન

Updated: Oct 4th, 2022


Google NewsGoogle News
તેલંગાણાના સીએમ KCR દશેરા પર પોતાની રાષ્ટ્રીય પાર્ટીનું કરશે એલાન 1 - image


- રવિવારે મુખ્ય મંત્રી કેસીઆરે તેમના કેબિનેટ સાથીદારો અને પાર્ટીનાના તમામ 33 જિલ્લા પ્રમુખો સાથે લંચ બેઠક કરી હતી

હૈદરાબાદ, તા. 04 ઓક્ટોબર 2022, મંગળવાર

તેલંગાણાના મુખ્યમંત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (Telangana Rashtra Samiti)ના અધ્યક્ષ કે ચંદ્રશેખર રાવ દશેરા પર પોતાની રાષ્ટ્રીય પાર્ટીનું એલાન કરશે. મુહૂર્ત 5 સપ્ટેમ્બરે બપોરે 1:19 કલાકે નક્કી કરવામાં આવ્યું છે. રવિવારે મુખ્ય મંત્રી કેસીઆરે તેમના કેબિનેટ સાથીદારો અને પક્ષના તમામ 33 જિલ્લા પ્રમુખો સાથે લંચ બેઠક કરી હતી. આ દરમિયાન કેસીઆરે રાષ્ટ્રીય પાર્ટીના શુભારંભ માટેના રોડમેપ પર ચર્ચા કરી.

ટીઆરએસ ધારાસભ્ય દળ અને રાજ્ય કાર્યકારિણી સમિતિની એક વિસ્તારિત બેઠક બુધવારે તેલંગાણા ભવનમાં થવાની ઉમ્મીદ છે જેમાં ટીઆરએસના રાષ્ટ્રીય દળ બનવા પર એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. તેને ભારતીય રાષ્ટ્રીય સમિતિ અથવા બીઆરએસ નામ આપવાની સંભાવના છે. સંસદ અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, વિધાન પરિષદના સભ્યો, જિલ્લા પરિષદના અધ્યક્ષ, મેયર અને નગરપાલિકા પ્રમુખ ભાગ લે તેવી અપેક્ષા છે. TRSનું નામ બદલવાનો પ્રસ્તાવ ચૂંટણી પંચને મોકલવામાં આવશે. રાજ્યની માન્યતા પ્રાપ્ત પાર્ટી તરીકે TRS કોઈપણ રાજ્યમાં ચૂંટણી લડી શકે છે.

કેસીઆરે કથિત રીતે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને કહ્યું કે, બીઆરએસ રાષ્ટ્રીય સ્તર પર ભાજપના વિકલ્પના રૂપમાં ઉભરશે અને 2024માં બંને વચ્ચે સીધો જંગ થશે. પાર્ટી તેના ચૂંટણી ચિન્હ એમ્બેસેડર કાર અને તેનો ગુલાબી રંગ જાળવી રાખવા માંગે છે. સત્તાવાર રીતે રાષ્ટ્રીય પક્ષ બનવામાં હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. પાર્ટી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે.

કેસીઆર કથિત રીતે 9 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં એક વિશાળ રેલીની યોજના બનાવી રહ્યા છે. જ્યારે બીઆરએસને સત્તાવાર સંગઠનો અને તેના સમર્થન કરનારા નેતાઓની ઉપસ્થિતિમાં લેન્ચ કરવામાં આવશે. 


Google NewsGoogle News