તેલંગણામાં BRSએ કોંગ્રેસની મુશ્કેલી વધારી, લગાવ્યો રૂ.1100 કરોડના અનાજ કૌભાંડનો આક્ષેપ

Updated: May 26th, 2024


Google NewsGoogle News
તેલંગણામાં BRSએ કોંગ્રેસની મુશ્કેલી વધારી, લગાવ્યો રૂ.1100 કરોડના અનાજ કૌભાંડનો આક્ષેપ 1 - image


Telangana Grain Scam : દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે તેલંગણાની કોંગ્રેસ સરકાર (Congress Government) પર રૂપિયા 1100 કરોડના અનાજ કૌભાંડનો આક્ષેપ કરાયો છે. રાજ્યના BRSના કાર્યકારી અધ્યક્ષ કે.ટી.રામા રાવે (K. T. Rama Rao) કોંગ્રેસ પર આક્ષેપ કરવાની સાથે રાજ્યમાં અનાજના વેચાણ અને ઉચ્ચ ગુણવત્તાના ચોખા ખરીદી સાથે સંબંધીત 1100 કરોડ રૂપિયાના કૌભાંડમાં તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ એક નેતા વિવિધ વિસ્તારના લોકો પાસેથી લાંચ વસુલી રહ્યા હતા. આ અંગે કાર્યાલય અને દિલ્હીના વરિષ્ઠ નેતાઓ સાથે સંકળાયેલા કૌભાંડનો પર્દાફાશ કરાયો છે.

અનાજનું વેચાણ કરવા એક દિવસમાં બધી પ્રક્રિયા પુરી કરી દેવાઈ

તેલંગણાના ભવનમાં આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રામ રામે કહ્યું કે, ‘પ્રથમ કૌભાંડ 35 લાખ ટન અનાજના વેચાણ માટેના ટેન્ડરનું છે. બીજું કૌભાંડ આવાસીય કલ્યાણ છાત્રાલયો માટે 2.2 લાખ ટન ઉચ્ચ ગુણવત્તાના ચોખાની ખરીદીનો છે. 25 જાન્યુઆરીએ એક સમિતિની નિમણૂક કરાઈ હતી, તે જ દિવસે આદેશ જારી કરાયા અને ટેન્ડર પણ આમંત્રિત કરી દેવાયા. એક દિવસમાં તમામ પ્રક્રિયા સ્પષ્ટરૂપે ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.’

વધુ ભાવે અનાજ ખરીદવાનો વિકલ્પ મળ્યો, પરંતુ સસ્તા ભાવે ટેન્ડર પાસ કરાયું

તેમણે એમ પણ કહ્યું કે, ‘સ્થાનીક ચોખા મિલ માલિકોને પ્રતિ ક્વિન્ટર રૂપિયા 2100ના ભાવે અનાજ ખરીદવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ પાત્રતાના નિયમોમાં ફેરફાર કરી દેવાયો અને કેન્દ્રીય ભંડાર એલજી ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન કંપની અને નફાક જેવી કંપનીઓને પ્રતિ ક્વિન્ટલ 1885 રૂપિયાથી 2005 રૂપિયાના ભાવે આ ટેન્ડર જીતી લીધું.

ટેન્ડરમાં દર્શાવાયેલ ભાવ સ્થાનીક ભાવથી ઓછા હતા

રામા રામે વિવિધ કલ્યાણ છાત્રાલયોમાં ભણતા વિદ્યાર્થીઓ માટેના 2.2 લાખ ટન ઉચ્ચ ગુણવત્તાના ચોખા ખરીદવામાં 300 કરોડ રૂપિયાની કૌભાંડ થયું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, અમને આશંકા છે કે, રાજ્યમાં આટલું મોટું કૌભાંડ કેન્દ્ર સરકાર, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને તપાસ એજન્સીઓની નજરમાં કેમ ન આવ્યું? તેમણે માંગ કરી છે કે, જો મુખ્યમંત્રી રેવંત રેડ્ડી (CM Revanth Reddy) ઈમાનદાર હોય તો તેઓ ન્યાયાધીશ દ્વારા ટેન્ડરોની તપાસ કરાવે. જો કેન્દ્ર, એમસીઆઈ અને રાજ્યની સરકાર જવાબ નહીં આપે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.

મુખ્યમંત્રીએ કૌભાંડ અંગે કોઈપણ પ્રતિક્રિયા ન આપી

બીઆરએસ નેતાએ કહ્યું કે, 15 દિવસ પહેલા કૌભાંડનો પર્દાફાશ કરાયો હોવા છતાં મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડી અને નાગરિક પુરવઠા મંત્રી એમ.ઉત્તમ કુમાર રેડ્ડી (N. Uttam Kumar Reddy)એ કોઈપણ પ્રતિક્રિયા આપી નથી. તેમણે તુરંત ટેન્ડરો રદ કરવા માટે રાજ્ય સરકારને માંગ કરી છે. આ ઉપરાંત તેમણે ટેન્ડરમાં સામેલ કંપનીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, કેન્દ્રીય તપાસ બ્યૂરો અને તકેદારી વિભાગ જેવી કેન્દ્રીય એજન્સીઓ પાસે તપાસ કરાવવા માંગ કરી છે.


Google NewsGoogle News