તેલંગાણામાં ભાજપે જાહેર કરી પહેલી ઉમેદવારોની યાદી, ટી રાજા સિંહ અને ત્રણ સાંસદોને પણ ઉતાર્યા મેદાનમાં

119 વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં પાર્ટીએ પ્રથમ યાદીમાં 52 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
તેલંગાણામાં ભાજપે જાહેર કરી પહેલી ઉમેદવારોની યાદી, ટી રાજા સિંહ અને ત્રણ સાંસદોને પણ ઉતાર્યા મેદાનમાં 1 - image


Telangana Election BJP Candidates : દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ તમામ પક્ષો ચૂંટણી જંગમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. એવામાં આજે ભાજપે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. 119 વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં પાર્ટીએ પ્રથમ યાદીમાં 52 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ત્રણ સાંસદોને પણ ટિકિટ આપવામાં આવી છે, જ્યારે 12 મહિલાઓને ટિકિટ મળી છે.

બીજેપી અધ્યક્ષ અને સાંસદને ઉતાર્યા મેદાનમાં 

પ્રથમ યાદી અનુસાર તેલંગાણા બીજેપી અધ્યક્ષ અને સાંસદ બાંડી સંજય કુમારને કરીમનગર સીટ પરથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અન્ય બે સાંસદોમાં પાર્ટીએ કોર્ટલા બેઠક પરથી સાંસદ ધર્મપુરી અરવિંદને ટિકિટ આપી છે જ્યારે સોયમ બાપુ રાવને બોથ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે.

12 મહિલા ઉમેદવારોને  મળી ટિકિટ 

આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપતા 55માંથી 12 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. અમરાજુલા શ્રીદેવીને બેલપાલીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ટી અરુણ તારા જુકલ વિધાનસભાથી ઉમેદવાર બન્યા છે.


Google NewsGoogle News