Get The App

તેલંગાણા બીજેપી પ્રમુખે KTR પર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ લગાવ્યો

Updated: Dec 7th, 2022


Google News
Google News
તેલંગાણા બીજેપી પ્રમુખે KTR પર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ લગાવ્યો 1 - image


- સંજય કુમારે દાવો કર્યો છે કે, જો રાવનું બ્લડ સેમ્પલ અને વાળનો સેમ્પલ ઉપલબ્ધ કરાવવામાં આવે તો આ વાતને સાબિત કરી શકાય

તેલંગાણા, તા. 07 ડિસેમ્બર 2022, બુધવાર

તેલંગાણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બંદી સંજય કુમારે મંગળવારે એટલે કે, 6 ડિસેમ્બરના રોજ તેલંગાણાના રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ અને રાજ્યના આઈટી મંત્રી કે ટી રામા રાવ પર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ લગાવ્યો છે. સંજય કુમારે દાવો કર્યો છે કે, જો રાવનું બ્લડ સેમ્પલ અને વાળનો સેમ્પલ ઉપલબ્ધ કરાવવામાં આવે તો આ વાતને સાબિત કરી શકાય છે.

બીજેપી પ્રદેશ અધ્યક્ષે KTR પર લગાવ્યો આરોપ

સંજય કુમારે તેલંગાણાના મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવના પુત્ર KTRના આરોપો પર કડી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે, તેમને તમાકુ ચાવવાની આદત હતી. તેમણે કહ્યું કે, આ ટ્વીટર ટિલ્લુ કહે છે કે, હું તમાકુ ચાવુ છું. આ એક મોટું જૂઠ છે. હકીકતમાં KTRને ડ્રગ્સની લત છે. હું તે સાબિત કરી શકુ છુ. હું ટેસ્ટિંગ માટે પોતાનું બ્લડ સેમ્પલ સહિત શરીરના કોઈ પણ ભાગનો સેમ્પલ આપવા તૈયાર છું. અને સાબિત કરી શકુ છું કે, હું તમાકુનું સેવન નથી કરતો. 

સંજયે કેટીઆરને પ્રશ્ન કરતાં પૂછ્યું કે, શું તેમને ડ્રગ્સની લત નથી તે સાબિત કરવા માટે તેના બ્લડ સેમ્પલ અને વાળના સેમ્પલ ટેસ્ટ માટે આપવાની હિંમત રાખે છે? જણાવી દઈએ કે, સંજયે પોતાની પ્રજા સંગ્રામ યાત્રા દરમિયાન નિર્મલ જિલ્લાના મમદા મંડલના દિમ્મામૂર્તિ ગામમાં એક સભાને સંબોધતા આ વાત કહી હતી.

ભાજપના નેતાએ G-20 રાષ્ટ્રોના વડા તરીકે ભારતની પસંદગી કરવા અંગેના તેમના મંતવ્યો જાણવા માટે તમામ રાજકીય પક્ષોના વડાઓ અને મુખ્ય પ્રધાનોની પ્રતિષ્ઠિત બેઠકમાં તેમની ગેરહાજરી માટે મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ પર પણ પ્રહારો કર્યા હતા. 


Tags :