Telangana Election Results LIVE updates: તેલંગાણામાં કોંગ્રેસ બનાવશે સરકાર, KCRનું ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાનું સપનું તૂટ્યું

ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાનું KCRનું સપનું તૂટ્યું! કોંગ્રેસને મળી સ્પષ્ટ બહુમતી

તેલંગાણા અલગ રાજ્ય બનાવ્યા બાદ 2014 અને 2018ની ચૂંટણીમાં BRSએ વિજય મેળ્યો હતો

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
Telangana Election Results LIVE updates: તેલંગાણામાં કોંગ્રેસ બનાવશે સરકાર, KCRનું ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાનું સપનું તૂટ્યું 1 - image


Telangana Election Results 2023 : તેલંગાણાની 119 બેઠકો માટે આજે મતગણતરી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ 67, BRS 37 અને ભાજપ 5 બેઠકો પર આગળ છે. ત્યારે આમ કોંગ્રેસ બહુમતીનો 60નો આંકડો પાર કરી ચૂક્યું છે. તેલંગાણામાં એ સ્પષ્ટ થઈ ચૂકી છે કે કોંગ્રેસ સરકાર બનાવશે. હાલ તેલંગાણામાં BRSની સરકાર છે અને KCR મુખ્યમંત્રી છે. ત્યારે આ ચૂંટણીમાં BRS સરકાર બનાવી શકે તેવી કોઈ સંભાવનાઓ નજરે પડી રહી નથી. જેને લઈને હવે KCRનું ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાનું સપનું અધુરું રહી ગયું તેવું જણાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 119 વિધાનસભા બેઠકો ધરાવતા તેલંગાણામાં મુખ્ય પક્ષ તરીકે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS - અગાઉનું નામ તેલંગણા રાષ્ટ્ર સમિતિ-TRS)નો દબદબો હોવાનું મનાતું હતું. પરંતુ આ વખતે BRSના ગઢમાં કોંગ્રેસે પરચમ લહેરાવ્યો છે. 2014માં તેલંગાણા રાજ્ય બન્યા બાદ 2 વાર ચૂંટણીઓ યોજાઈ હતી અને બંનેમાં KCRની તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ બહુમતી જીતી હતી. આંધ્રપ્રદેશમાંથી તેલંગણા અલગ રાજ્ય બનાવ્યા બાદ 2014 અને 2018ની ચૂંટણીમાં BRSએ વિજય મેળ્યો હતો.

Telangana Election Results LIVE updates: 

તેલંગાણામાં કોંગ્રેસ કોને બનાવશે મુખ્યમંત્રી?

દક્ષિણ રાજ્ય તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનતી નજરે પડી રહી છે. ત્યારે હવે રાજ્યમાં ચર્ચા થઈ રહી છે કે, કોંગ્રેસ કોને મુખ્યમંત્રી બનાવશે? આ માટે ચાર મોટા ચેહરા રેસમાં છે. એ. રેવંત રેડ્ડી, એમ. ભટ્ટી વિક્રમાર્ક, ઉત્તમ કુમાર રેડ્ડી અને કોમાટી રેડ્ડી વેંકટ રેડ્ડી આ ચારમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

11:55 Live Updates | કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ ઉજવણી શરૂ કરી દીધી

હૈદરાબાદમાં કોંગ્રેસ પાર્ટી બહુમત સાથે આગળ ચાલી રહી છે ત્યારે પાર્ટીના કાર્યકરોએ સંભવિત જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત કોંગ્રેસના સભ્યોને અન્ય સ્થળો પર સિફ્ટ કરવામાં આવી રહ્યા છે. 

11:00 Live Updates |  શરુઆતના ટ્રેન્ડમાં હૈદરાબાદ પ્રદેશની સ્થિતિ

• ખૈરતાબાદમાં BRS આગળ

• મુશીરાબાદમાં BRS આગળ

• નામપલીમાં કોંગ્રેસ આગળ

• અંબરપેટમાં BRS તરફ દોરી જાઓ

• જ્યુબિલી હિલ્સમાં BRS આગળ

• મલકપેટમાં MIM આગળ

• ચારમિનારમાં ભાજપની લીડ

• સનથનગરમાં BRS આગળ

• ગોશામહલમાં ભાજપ આગળ

• સિકંદરાબાદમાં BRS લીડ

10:05 AM | તેલંગાણામાં કોંગ્રેસ તોડશે KCRની હેટ્રીકનું સપનું ?

કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) 2014થી સત્તામાં છે, જ્યારે તેલંગાણાને આંધ્રપ્રદેશથી અલગ રાજ્યનો દરજ્જો અપાયો હતો અને તેણે 2018માં ચૂંટણી પણ જીતી હતી. KCR આ વખતે હેટ-ટ્રિકની આશા કરી રહ્યા હતા. કોંગ્રેસે લગભગ એક દાયકા જૂની સત્તાધારી પાર્ટીને સત્તાથી હટાવવાના ઉદ્દેશ્ય સાથે એક ઉત્સાહી ચૂંટણી અભિયાન ચલાવ્યું હતું, જ્યારે ભાજપે પણ સત્તાધારી સરકાર વિરૂદ્ધ વગર કોઈ અડચણે હુમલો કર્યો હતો.

10:00 AM | તેલંગાણામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનું શરૂ કર્યું

કોંગ્રેસ સમર્થકોએ હૈદરાબાદમાં રાજ્ય પાર્ટી પ્રમુખ રેવંત રેડ્ડીના નિવાસ સ્થાન બહાર ફટાકડા ફોડ્યા. હાલના ચૂંટણી વલણો અનુસાર, રાજ્યમાં કોંગ્રેસ 67, BRS 39 અને ભાજપ 6 બેઠકો પર આગળ ચાલી રહી છે.

09:40 AM | KCR સહિત અનેક મંત્રી ચાલી રહ્યા છે પાછળ, KTR આગળ

ખમ્મમ વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ ઉમેદવાર તુમ્મલા નાગેશ્વર રાવ બીઆરએસના મંત્રી પુવ્વાદ્સ અજય કુમારથી 605 મતથી આગળ ચાલી રહ્યા છે. શરુઆતી વલણોમાં કેટલાક મંત્રી પાછળ ચાલી રહ્યા છે. બીઆરએસના કાર્યકારી અધ્યક્ષ કેટીઆર સિરસિલામાં આગળ ચાલી રહ્યા છે અને એક અન્ય મંત્રી હરીશ રાવ સિદ્દીપેટથી આગળ ચાલી રહ્યા છે.

09:26 Live Updates | કામરેડ્ડીમાં સીએમ કેસીઆર પાછળ

કામરેડ્ડીમાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પાછળ ચાલી રહ્યા છે આ સીટ પર કોંગ્રેસના રેવન્ત રેડ્ડી તરફથી સખત ટક્કર આપી રહ્યા છે. રેવન્ત રેડ્ડી પ્રારંભિક ટ્રેન્ડના પ્રથમ રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે.

09:11 Live Updates | કોંગ્રેસ 61 સીટો પર આગળ

તેલંગાણામાં રાહુલ ગાંધીનો જાદુ કામ કરતો જોવા મળી રહ્યો છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસને 61 સીટો પર લીડ મળી રહી છે જ્યારે સત્તાધારી પક્ષ BRS માત્ર 36 બેઠકો પર આગળ છે. આ ઉપરાંત અન્ય 4 અને ભાજપ 7 સીટ પર આગળ ચાલી રહી છે.

08:55 AM | શરૂઆતના વલણોમાં કોંગ્રેસ સરકાર બનાવવા તરફ 

તેલંગાણામાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. 119 બેઠકોમાંથી 102 બેઠકોના ટ્રેન્ડ અનુસાર કોંગ્રેસ 60 બેઠકો પર લીડ મેળવી રહી છે ત્યારે ભાજપના ખાતામાં 3 અને બીઆરએસના ખાતામાં 33 બેઠકો આવતી દેખાઈ રહી છે. 

08:30 Live Updates | તેલંગાણામાં પ્રારંભિક ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ

તેલંગાણામાં પ્રારંભિક ટ્રેન્ડમાં કોંગ્રેસ 15 બેઠકો પર આગળ છે. 

07:45 Live Updates | મતગણતરી કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ

તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે થોડી વારમાં જ મતગણતરી શરુ થશે ત્યારે હૈદરાબાદના મતગણતરી કેન્દ્ર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રોમાં જેમની પાસે માન્ય પાસ હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં 30મી નવેમ્બરે 119 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. 

તેલંગાણામાં 9 વર્ષથી KCR મુખ્યમંત્રી

તેલંગાણામાં 9 વર્ષથી KCR મુખ્યમંત્રી છે ત્યારે 2023માં કોનું ભાગ્ય ચમકશે તેતો ચૂંટણી પરિણામો જ કહેશે. મહત્વનું છે કે, તેલંગાણા વિધાનસભા ચૂંટણીનું 30 નવેમ્બરે મતદાન યોજાયું હતું. રાજ્યની 15મી વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

રાજ્યમાં BRSનો દબદબો, 2014 અને 2018માં થયો હતો વિજય

આંધ્રપ્રદેશમાંથી તેલંગણાને અલગ રાજ્ય બનાવ્યા બાદ અહીં ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. અગાઉ વર્ષ 2014 અને 2018માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારત રાષ્ટ્ર સમિતિનો સતત દબદબો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કે.સી.આર. સતત 9 વર્ષથી મુખ્યમંત્રી પદે બિરાજમાન છે. રાજ્યમાં 2014માં ભારત રાષ્ટ્ર સમિતિએ 63 બેઠકો સાથે મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 21, તેલુગુદેશન પાર્ટીને 15, AIAIMને 7, ભાજપને 5, YRS કોંગ્રેસને 3, BSPને 2, લેફ્ટ પાર્ટીને 2, જ્યારે અપક્ષે 1 બેઠક જીતી હતી. ત્યારબાદ 2018ની ચૂંટણીમાં પણ કે.સી.આર.ના દબદબામાં વધારો થયો હતો. 2018માં બીઆરએસ પાર્ટીએ 88 બેઠકો સાથે જવલંત વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસને 19, તેલુગુદેશન પાર્ટીને 02, AIAIMને 7, ભાજપને 1, YRS કોંગ્રેસને 0, BSPને 0, લેફ્ટ પાર્ટીને 1, જ્યારે અપક્ષે 1 બેઠક જીતી હતી.

તેલંગણામાં 3 પક્ષોના 4 મુખ્ય ચહેરા

બીઆરએસના રાષ્ટ્રીય અધ્યક્ષ કે.ચંદ્રશેખર રાવ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાની આશા રાખી રહ્યા છે. જોકે, તેમણે રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકા ભજવવાના ઈરાદાથી પોતાની પાર્ટીનું નામ પણ બદલ્યું છે. કેસીઆર 2 વિધાનસભા મતવિસ્તાર ગજવેલ અને કામરેડ્ડી પરથી ચૂંટણી લડશે. એ.રેવન્ત રેડ્ડી ગ્રેટર હૈદરાબાદમાં મલકાજગીરી લોકસભાના સાંસદ અને તેલંગણા કોંગ્રેસ અધ્યક્ષ છે. તેમણે જૂન 2021માં પાર્ટીની કમાન સંભાળી હતી. આ ચૂંટણી તેમના માટે મહત્વની છે. કે.ટી.રામા રાવ (KTR) તેલંગણા સરકારમાં આઈટી અને ઉદ્યોગ સહિત અનેક વિભાગો ધરાવે છે. KCRના પુત્ર કેટીઆરને કેસીઆરના અનુગામી તરીકે જોવામાં આવે છે. જો કેસીઆર 2024માં રાષ્ટ્રીય રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કરશે, તો કેટીઆર રાજ્ય સરકાર અને પક્ષના સ્તરને સંભાળશે. તેલંગણાના સાંસદ અને ભાજપના પ્રમુખ જી.કિશન રેડ્ડી અવારનવાર ચર્ચાઓમાં રહે છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને 3 મહિના પહેલા ભાજપ પ્રમુખનો કાર્યભાર સોપ્યો હતો.

Telangana Election Results LIVE updates: તેલંગાણામાં કોંગ્રેસ બનાવશે સરકાર, KCRનું ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાનું સપનું તૂટ્યું 2 - image


Google NewsGoogle News