Opinion Poll : દક્ષિણથી કોંગ્રેસ માટે આવ્યા ગુડ ન્યૂઝ, KCRની થઈ શકે છે વિદાય, સર્વેમાં ખુલાસો

તેલંગાણામાં મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની વિદાય થઈ શકે છે: સર્વે

વોટ પરસન્ટના હિસાબથી કોંગ્રેસ સૌથી આગળ : સર્વે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
Opinion Poll : દક્ષિણથી કોંગ્રેસ માટે આવ્યા ગુડ ન્યૂઝ, KCRની થઈ શકે છે વિદાય, સર્વેમાં ખુલાસો 1 - image

ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (telangana assembly election) ની તારીખોનું એલાન કરી દીધું છે. તેની સાથે જ ઓપિનિયન પોલ્સ(opinion poll)ના પરિણામો આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. સર્વે અનુસાર, દક્ષિણમાં ફરી કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ આવી શકે છે. કર્ણાટક બાદ હવે તેલંગાણામાં પણ કોંગ્રેસની સરકાર બની શકે છે. ABP C-Voter Opinion Pollsના અનુસાર, દક્ષિણના રાજ્ય તેલંગાણામાં મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની વિદાય થઈ શકે છે, જ્યારે કોંગ્રેસની ત્યાં વાપસી થઈ શકે છે.

સર્વે અનુસાર, 119 સભ્યોવાળી વિધાનસભામાં મુખ્યમંત્રી કેસીઆરની પાર્ટીને 43થી 55 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 48થી 60 બેઠકો મળી શકે છે. કોઈપણ એક પાર્ટીને રાજ્યમાં બહુમતી મળતી નજરે નથી પડતી.

Opinion Poll : દક્ષિણથી કોંગ્રેસ માટે આવ્યા ગુડ ન્યૂઝ, KCRની થઈ શકે છે વિદાય, સર્વેમાં ખુલાસો 2 - image

ઓપિનિયન પોલના સર્વે અનુસાર, રાજ્યમાં ભાજપને 5થી 11 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યને 5થી 11 બેઠકો મળી શકે છે. અન્યમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ સામેલ છે.

વોટ પરસન્ટના હિસાબથી કોંગ્રેસ સૌથી આગળ છે. તેને 39 ટકા વોટ મળવાની આશા વ્યક્ત કરાઈ છે. સર્વેના પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે, કે.ચંદ્રશેખરની પાર્ટી BRSને 38 ટકા, ભાજપને 16 ટકા અને અન્યને 7 ટકા વોટ મળી શકે છે. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થવાનું છે, જ્યારે મતગણતરી 3 ડિસેમ્બરે થવાની છે.

પાંચ વર્ષ પહેલા 2018ની વિધાનસભા ચૂંટણીમાં કેસીઆરની પાર્ટી TRSને 88 બેઠકો પર જીત મળી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 19 બેઠકો મળી હતી. 118 બેઠકો પર લડનારી ભાજપને ત્યારે માત્ર એક બેઠકથી સંતોષ કરવો પડ્યો હતો. ઓવૈસીની પાર્ટી AIMIMને સાત બેઠકો પર જીત મળી હતી. આ સિવાય ચંદ્રબાબૂ નાયડૂની પાર્ટી TDPને બે અને ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક અને અન્યને 1-1 બેઠક મળી હતી. માનવામાં આવી રહ્યું છે કે, KCR સામે રાજ્યમાં ભારે એન્ટી ઈનકમ્બન્સી છે.


Google NewsGoogle News