Get The App

કૃષ્ણા નદી પર આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે ટક્કર, નાગાર્જુન સાગર ડેમ પર ગૃહ મંત્રાલયે તાત્કાલિક તૈનાત કર્યા CRPF જવાન

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
કૃષ્ણા નદી પર આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે ટક્કર, નાગાર્જુન સાગર ડેમ પર ગૃહ મંત્રાલયે તાત્કાલિક તૈનાત કર્યા CRPF જવાન 1 - image


Image Source: Twitter

- આ મામલે આંધ્રપ્રદેશ પોલીસ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે

નવી દિલ્હી, તા. 03 ડિસેમ્બર 2023, રવિવાર

CRPF In Action : આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે કૃષ્ણા નદી પર સ્થિત નાગાર્જુન સાગર ડેમના પાણીને લઈને સ્થિતિ ખૂબ જ તણાવ પૂર્ણ બની ગઈ છે. બંને રાજ્યો વચ્ચે વધી રહેલા વિવાદને ધ્યનમાં રાખી ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તૈનાત કરી છે. તેલંગાણાના મુખ્ય સચિવ શાંતિ કુમારીએ આંધ્રપ્રદેશ સરકાર પર ડેમ પર કબજા જમાવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે આંધ્રપ્રદેશ પોલીસ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

મુખ્ય સચિવ શાંતિ કુમારીએ જણાવ્યું કે, તેલંગાણા ચૂંટણીના એક દિવસ પહેલા 29 નવેમ્બરે આંધ્રપ્રદેશના 500થી વધુ સશસ્ત્ર પોલીસકર્મીઓએ અડધી રાત્રે ડેમ પર ધસી આવ્યા હતા અને તેના પર કબ્જો કરી લીધો હતો. પોલીસકર્મીઓએ CCTVને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તેઓએ ડેમના ગેટ નંબર 5 અને 7 ખોલીને લગભગ પાંચ હજાર ક્યુસેક પાણી છોડ્યું હતું. તેનાથી બે કરોડ લોકો પ્રભાવિત થશે. જેના કારણે હૈદરાબાદ સહિત અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ જશે.

શું છે વિવાદ?

કૃષ્ણા મદી પર બનેલા નાગાર્જુન સાગર ડેમને લઈને 2014થી વિવાદ ચાવી રહ્યો છે. કૃષ્ણા નદી પર બનેલો આ ડેમ પહેલા સંયુક્ત આંધ્રપ્રદેશમાં હતો પરંતુ 2014માં તેલંગાણા અને આંધ્ર પ્રદેશ અલગ થઈ ગયા. ત્યાર બાદથી તેના પાણીમાં ભાગેદારીને લઈને વિવાદ ચાલુ થઈ ગયો હતો. કૃષ્ણા નદીના 66% પાણી પર આંધ્રપ્રદેશનો અધિકાર છે જ્યારે 34% પાણી પર તેલંગાણાનો અધિકાર છે.

આ અમારો અધિકાર

આ મુદ્દે આંધ્રપ્રદેશના સિંચાઈ મંત્રી અંબાતી રામબાબુએ જણાવ્યું કે અમે અમારા અધિકારોની રક્ષા માટે અમે ડેમના ભાગ નિયંત્રણ કરી લીધુ છે. કૃષ્ણા નદીના 66% પાણી પર અમારો અધિકાર છે. આ અમારી ભૂલ નથી આ અમારો અધિકાર છે અને અમે તેની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે. અમે કોઈ વિવાદ નથી ઈચ્છતા.

કેન્દ્રએ  કર્યો હસ્તક્ષેપ

તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે વધી રહેલા વિવાદને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે CRPF જવાનોને તૈનાત કરી દીધા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ મામલે બંને રાજ્યોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. બંને રાજ્યોને નાગાર્જુન સાગરમાંથી છોડવામાં આવેલ પાણી 28મી નવેમ્બર સુધીમાં પરત કરવા અપીલ કરવામાં આવી છે. હવે ડેમની દેખરેખ પણ CRPFને સોંપવામાં આવી છે. બંને રાજ્યો આ અંગે સહમત થયા છે.



Google NewsGoogle News