VIDEO : 'ના છેડો હમેં, હમ સતાયે હુએ હૈ...', ફ્લોર ટેસ્ટ પહેલા તેજસ્વી યાદવે RJD ધારાસભ્યએ ગાયું આ ગીત
Bihar Politics : બિહાર વિધાનસભામાં આવતીકાલે નીતીશ સરકારનો ફ્લોર ટેસ્ટ થવાનો છે. ધારાસભ્યોના તૂટવાના ડરથી RJDના નેતા તેજસ્વી યાદવે પાર્ટીના ધારાસભ્યોને પોતાના સત્તાવાર આવાસ પર રોક્યા છે. આ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને તેમના ધારાસભ્યોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેજસ્વી યાદવ ગીત ગાતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં તેજસ્વી યાદવ રાત્રીના સમયે પોતાના ધારાસભ્યોની સાથે બેઠેલા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન તેજસ્વી યાદવ પોતાના ધારાસભ્યોની સાથે 'ના છેડો હમે, હમ સતાયે હુએ હે...' ગીત ગાઈ રહ્યા છે.
तेजस्वी यादव की महफ़िल में ,,
— IND Story's (@INDStoryS) February 11, 2024
फ्लोर टेस्ट से पहले ये गाना चलाया गया ,
" ना छेड़ो हमें हम सताए हुए हैं
बहुत ज़ख्म सीने पे खाए हुए हैं ,
सितमगर हो तूम खूब पहचानते हैं ,
तुम्हारी अदाओं को हम जानते हैं ,,#TejashwiYadav #Goya2024 #Bihar#SongOfTheDay #fame20 #Songs#BiharFloorTest… pic.twitter.com/ekzgakcQQ3
વિધાનસભામાં RJDના સૌથી વધારે ધારાસભ્ય
બિહારની 243 સભ્યોવાળી વિધાનસભામાં RJDના સૌથી વધુ 79 ધારાસભ્ય છે. RJDના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ ઝાએ શનિવારે કહ્યું હતું કે, 'સોમવારે સત્તાધારી NDAના વિશ્વાસ મત સુધી પાર્ટીના તમામ ધારાસભ્યો અહીં તેજસ્વી યાદવના ઘરે રહેશે. ઝાએ મોડી સાંજે આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે પાર્ટીના ધારાસભ્ય નાયબ મુખ્યમંત્રી રહેતા યાદવને સોંપાયેલા સરકારી બંગલા '5, દેશરત્ન માર્ગ' પર પહોંચ્યા હતા.'
બિહારના મુખ્યમંત્રી અને JDUના અધ્યક્ષ નીતીશ કુમાર પક્ષપલટો કરીને NDAની સાથે ગયા બાદ યાદવે નાયબ મુખ્યમંત્રી પદ ગુમાવ્યું છે. રાજ્યસભા સભ્ય ઝાએ કહ્યું હતું કે, 'ન માત્ર અમારી પાર્ટીના ધારાસભ્યોએ, પરંતુ અમારા ગઠબંધનના સાથીઓએ પણ 12 ફેબ્રુઆરી સુધી તેજસ્વી યાદવની સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમારા માટે આ માત્ર એક તારીખ છે, પરંતુ આ નિશ્ચિત રીતે તે લોકો માટે ખુબ ચિંતાજનક છે, જેમણે ચાલાકીથી સત્તા છીનવી લીધી છે.'