Get The App

VIDEO : ‘મ્યાઉં’ કરતા વિધાનસભામાંથી બહાર નિકળ્યા તેજસ્વી યાદવ : ભાજપના લોકો, અમિત શાહ પર કર્યા આકરા પ્રહાર

ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બિહાર વિધાનસભાની કાર્યવાહી બાદ બહાર નિકળી CBI-ED પર લગાવ્યા ગંભીર આક્ષેપ

તેજસ્વીએ કહ્યું, મારી સામે લડવાની તાકાત ભાજપીઓ અને RSSમાં બિલકુલ નથી, તેથી દરોડા પર દરોડા...

Updated: Mar 13th, 2023


Google NewsGoogle News
VIDEO : ‘મ્યાઉં’ કરતા વિધાનસભામાંથી બહાર નિકળ્યા તેજસ્વી યાદવ : ભાજપના લોકો, અમિત શાહ પર કર્યા આકરા પ્રહાર 1 - image

પટણા, તા.13 માર્ચ-2023, સોમવાર

બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ બિહાર વિધાનસભાની કાર્યવાહી બાદ બહાર નિકળ્યા તો સંપૂર્ણ અંદાજમાં બોલતા જોવા મળ્યા હતા. તેમણે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી મુદ્દે કહ્યું કે, ‘ક્રોનોલોજી સમજવી પડશે... ડાયરેક્ટર છે....અમિત શાહજી હશે. તેમણે ડાયલૉગ રાઈટરને બદલવા પડશે. તેમને અમારી પાસેથી ઠેંગો મળી રહ્યો છે. તેજસ્વી સામે લડવાની તાકાત ભાજપીઓ અને RSSમાં બિલકુલ નથી, તેથી દરોડા પર દરોડા...’ તેજસ્વી યાદવે તાજેતરમાં દિલ્હીમાં પડાયેલા દરોડાની વાત કરી અને વાત-વાતમાં મીડિયાને ઘેરતા કહ્યું કે, ‘બીજેપી માઈન્ડના મીડિયાવાળા દરોડાના નામે હાલમાં સમાચારો ચલાવશે... સિંહની જેમ ગર્જશે... પછી 10 દિવસ બાદ મ્યાઉં...’

તેજસ્વીએ જણાવ્યું CBI-EDની સક્રિયતાનું કારણ

રેલવેમાં નોકરીના નામે કાળા નાણા મામલે રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવની CBI-ED પૂછપરછ અને તપાસ કરી રહી છે. સોમવારે દિલ્હીથી પરત ફર્યા બાદ તેજસ્વી યાદવે CBI અને ED સક્રિય હોવાનું કારણ જણાવતા કહ્યું કે, ‘ભાજપના લોકો પૂર્ણિયાની રેલીથી ડરી ગયા છે.... તેમણે ખબર છે કે, તેઓ તેજસ્વીને હરાવી નહીં શકે, તેથી મનથી તોડી નાખો.... પરંતુ, તેઓ જાણતા નથી કે અમે લોકો ડરવાના નથી... મારી પાસે જીગર છે. મારી પાસે વિવેક છે. આ લોકોના ડાયરેક્ટર કોણ છે, ભલે અમિત શાહજી છે... કોઈ સ્ક્રિપ્ટ રાઈટર, ડાયલોગ રાઈટર છે, તો તેને બદલી દેવો પડશે... તેજસ્વીના ત્યાંથી ખજાનો મળવાની એક જ વાત સાત વર્ષથી ચલાવી રહ્યા છે, ઠેંગો મળશે... પંચનામું બતાવો...

તમિલનાડુના નામે ભાજપ-મીડિયા પર હુમલો

નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું કે, અમે લોકો અમારું કામ કરી રહ્યા છીએ. બિહારના ઉત્થાન માટે.... આ લોકો અમને ડાયવર્ટ કરવા ઈચ્છે છે. તેમણે ગૃહની બહાર સૂત્રોચ્ચારના અવાજો સામે કહ્યું કે, ‘ભાજપી લોકો તામિલનાડુ મુદ્દે માફી માંગશે? અમે જે કહ્યું હતું તે રિપોર્ટમાં આવ્યું છે ને? બેશરમ, લોકો હવે માફી માંગશે? બીજેપી માઈન્ડના લોકો સમાચાર પણ ચલાવે છે. હવે સમાચાર ચલાવશે... સિંહની જેમ ગર્જના કરશે, 10 દિવસ પછી મ્યાઉં !’


Google NewsGoogle News