કોંગ્રેસને મોટો ઝટકો, મમતા-અખિલેશ બાદ I.N.D.I.A.ના વધુ એક સાથીનો AAPને ટેકો
Delhi Election 2025 | બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ(RJD)ની લડવાની શક્યતાઓ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટીને હજુ નિર્ણય લીધો નથી કે અમે દિલ્હીની ચૂંટણીમાં લડીશું કે નહીં. જોકે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધન તૂટવા અંગે તેમણે કહ્યું કે આ પહેલાથી જ નક્કી હતું કે I.N.D.I.A. ગઠબંધન ફક્ત લોકસભા પૂરતું જ રહેશ. જો બિહારની વાત થશે તો અહીં અમે બધા લોકો પહેલેથી જ એકજૂટ હતા.
પ્રજા હવે નવી બ્રાન્ડ ઇચ્છે છે..
બિહાર વિધાનસભા ચૂંટણી સંબંધિત સવાલ પર તેજસ્વી યાદવે કહ્યું કે આ વખતે સરકાર બનાવવાનું લક્ષ્ય છે. પહેલા અમારી સાથે અન્યાય થયો અને 6-7 સીટથી અમે સરકાર બનાવતા રહી ગયા. બિહાર પરિવર્તન ઇચ્છે છે. પ્રજા હવે નવી બ્રાન્ડ ઇચ્છે છે.
અખિલેશ શું બોલ્યા ?
બીજી બાજુ સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે અમે દિલ્હીના લોકો સાથે ભેદભાવ થતાં જોયો છે. હું કેજરીવાલને શુભેચ્છા પાઠવું છું કે આટલું બધું થયા બાદ પણ તેમનો જુસ્સો ઓછો થયો નથી. મને વિશ્વાસ છે કે માતા-બહેનો દિલ્હીના લાલને ફરી સત્તામાં લાવશે. હું વિશ્વાસ સાથે કહું છું કે સપા સંપૂર્ણ જવાબદારી સાથે ઊભી છે. તમને ગમે ત્યારે મદદની જરૂર હશે અમે કરીશું.