Get The App

VIDEO: સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનઃ તિસ્તા નદીના બંધ પરનું પાવર સ્ટેશન ધરાશાયી

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
VIDEO: સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનઃ તિસ્તા નદીના બંધ પરનું પાવર સ્ટેશન ધરાશાયી 1 - image


Image: X

Landslide in Sikkim: પૂર્વ સિક્કિમમાં મંગળવારે સવારે ભયાનક ભૂસ્ખલન થયું. આ ભયાનક ભૂસ્ખલનના કારણે રાજ્યમાં એક પાવર સ્ટેશન લગભગ સંપૂર્ણ તબાહ થઈ ગયું છે. અહીં છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન નાની-મોટી ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. તેના કારણે 510 મેગાવોટના પાવર સ્ટેશનને અડીને આવેલો પહાડ જોખમમાં હતો. મંગળવારે સવારે પહાડનો એક મોટો ભાગ ધરાશાયી થઈ ગયો અને નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રીક પાવર કૉર્પોરેશન(NHPC)ના તિસ્તા સ્ટેજ પાંચ બંધનો પાવર સ્ટેશન કાટમાળથી ઢંકાઈ ગયો. આ ઘટના પૂર્વી સિક્કિમના સિંગતામના દીપુ દારા પાસે બની છે.

નજીકના પહાડ પરથી સ્થાનિક લોકો દ્વારા વીડિયોમાં કેદ કરવામાં આવેલા ભૂસ્ખલનમાં મોટા-મોટા પથ્થર અને કાટમાળ ઝડપથી પાવર હાઉસ તરફ ધસતા નજર આવી રહ્યા છે, જેનાથી મોટા પાયે નુકસાન થયું છે. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું. સતત ભૂસ્ખલનના કારણે થોડા દિવસ પહેલા જ પાવર સ્ટેશનને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. પાવર સ્ટેશન પાસે કામ કરતાં લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પહાડનો એક હિસ્સો ધરાશાયી થતો નજર આવી રહ્યો છે અને થોડી જ વારમાં તેનો એક મોટો હિસ્સો પાવર સ્ટેશન ઉપર પડે છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે સવારે 7:00 વાગ્યા આસપાસ થયેલું ભૂસ્ખલન સંભવત NHPC તિસ્તા સ્ટેજ વી સુરંગના કારણે થયું છે જે આ વિસ્તારની નીચેથી પસાર થાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે ભૂસ્ખલનના કારણે 17 થી 18 ઘરો પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે, જેનાથી પાંચથી છ પરિવારોને સુરક્ષા માટે NHPC ક્વાર્ટરમાં જવું પડ્યું છે. આવાસીય મકાનોને નુકસાન થવા ઉપરાંત ક્ષેત્રમાં પાવર હાઉસને પણ ઘણું નુકસાન થયું છે.

તમને જણાવી દઈએ કે, ઑક્ટોબર 2023માં સિક્કિમમાં આભ ફાટ્યું હતું. તેના કારણે લ્હોનક ગ્લેશિયલ સરોવરમાં પૂર આવ્યું હતું અને સ્ટેજ 5 બંધ તબાહ થઈ ગયો હતો. આ કારણસર સિક્કિમની સૌથી મોટી‌ જળ વિદ્યુત પરિયોજના ચુંગથાગમાં તિસ્તા બંધના કેટલાક હિસ્સાને વહાવી દીધા હતા.


Google NewsGoogle News