હાથરસમાં 7 વર્ષની બાળકી પર કિશોરે આચર્યું દુષ્કર્મ, રોષે ભરાયેલા ટોળાનો પથ્થરમારો
Hathras Misdemeanor Case: ઉત્તર પ્રદેશના હાથરસમાં સાત વર્ષની બાળકી પર કિશોર દ્વારા દુષ્કર્મ આચવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને ગુસ્સે ભરાયેલા ટોળાએ ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં પોલીસ દળ ત્યાં પહોંચી ગયું. તણાવને ધ્યાનમાં રાખીને, ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, હાથરસના સદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના શનિવારે રાત્રે સાત વર્ષીય બાળકી દુકાને સામાન ખરીદવા ગઈ હતી. આ દરમિયાન કિશોરે બાળકીને ઉપાડીને લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. કેટલાક લોકોએ ધાર્મિક સ્થળ તરફ પથ્થરમારો પણ કર્યો ગચો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુસ્સે ભરાયેલા લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા.
આ પણ વાંચો: ભારતનો મોટો દુશ્મન હાફિઝ સઈદ પણ ખલાસ? આતંકી અબુ કતાલ સાથે ઈજાગ્રસ્ત થયાનો દાવો
ફરિયાદના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો હતો. પરંતુ જ્યારે બાળકીએ દુષ્કર્મ વિશે વાત કરી, ત્યારે પોલીસે તે જ રાત્રે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો હતો. પરંતુ રવિવારની સવાર પડતાની સાથે જ ફરી એકવાર હંગામો શરૂ થઈ ગયો. એક ધાર્મિક સ્થળ પાસે ભીડ એકઠી થવા લાગી. પછી કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો.