Get The App

VIDEO: ઈતિહાસ રચાયો! ટેક અબજોપતિએ 737 કિમીની ઊંચાઈએ અવકાશમાં કર્યું સ્પેસવોક

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
VIDEO: ઈતિહાસ રચાયો! ટેક અબજોપતિએ 737 કિમીની ઊંચાઈએ અવકાશમાં કર્યું સ્પેસવોક 1 - image


SpaceX’s  The First Ever Private Spacewalk : અબજોપતિ જેરેડ આઈઝેકમેને 12 સપ્ટેમ્બર, ગુરુવારે સ્પેસવોક કરીને ઈતિહાસ રચી દીધો છે. મહત્ત્વની બાબત એ છે કે, સ્પેશવોકમાં નોન-પ્રોફેશનલ અંતરિક્ષમાં સામેલ થયા છે. આ સ્પેસવોકની ખાસ વાત એ છે કે તે છેલ્લા 50 વર્ષમાં 737 કિલોમીટરની ઊંચાઇએ પ્રથમવાર કોઈ પ્રવાસીએ સાહસ ખેડ્યું છે. 

ફિનટેક અબજોપતિ જેરેડ આઈઝેકમેનના નેતૃત્વમાં સ્પેસએક્સ પોલારિસ ડોન મિશન (SpaceX Polaris Dawn mission)માં અવકાશયાત્રીઓએ પણ ભાગ લીધો હતો. તેમણે લગભગ 737 કિલોમીટરની ઊંચાઈ હાંસલ કરી જે ISS કરતા લગભગ ત્રણ ગણી વધારે છે.

ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું?

સ્પેસએક્સ પોલારિસ ડોન મિશન મંગળવારે ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્પેસએક્સની સાથે મળીને આઇઝેકમેને પૃથ્વીથી સેંકડો માઈલ ઉપર આ અત્યંત સાહસિક કાર્ય કર્યું. જેનો એક વીડિયો SpaceX દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઇન્ડિયામાં વધશે કાર્ગો ડ્રોન્સની ડિમાન્ડ, 2030 સુધીમાં દુનિયાભરમાં ડ્રોનનું માર્કેટ 9.4 બિલિયન ડોલર સુધી પહોંચી જશે

કેવી રીતે પાર પાડ્યું આ મુશ્કેલ કાર્ય ?

રિપોર્ટ પ્રમાણે  જેરેડ આઇઝેકમેન અને તેમની ટીમે હેચ ખોલતા પહેલા તેમના કેપ્સ્યુલમાં દબાણ ઓછું થાય તે માટે લાંબા સમય સુધી રાહ જોઈ. આ સમય દરમિયાન ટીમના ચારેય લોકોએ પોતાની જાતને શૂન્યાવકાશથી બચાવવા માટે સ્પેસએક્સના નવા સ્પેસવોકિંગ સૂટ પહેર્યા હતા.

કેટલો સમય ચાલ્યો સ્પેસવોક ?

માહિતી પ્રમાણે આ સ્પેસવોકિંગ ટેસ્ટ લગભગ બે કલાક સુધી ચાલ્યો હતો. જેમાં વૉકિંગ કરતાં વધુ સ્ટ્રેચિંગ કરવામાં આવ્યું હતું. પ્લાનિંગ એવો હતો કે, જેરેડ આઇઝેકમેન કેપ્સ્યુલમાંથી બહાર આવશે, પરંતુ તેમણે આખો સમય કેપ્સ્યુલ સાથે તેના હાથ અથવા પગ જોડાયેલા રાખવા પડશે. તેમના હાથ અને પગ વાળીને તે જોવા માંગતાં હતાં કે નવો સ્પેસસુટ કેવો છે. મદદ માટે હેચ પણ વોકર જેવી રચનાની સુવિધા હતી. 

શું છે સ્પેસવોક ?

જ્યારે પણ અવકાશયાત્રી અવકાશમાં અવકાશયાનમાંથી બહાર નીકળે છે, ત્યારે તેને સ્પેસવોક કહેવામાં આવે છે. સ્પેસવોકને EVA એટલે કે એક્સ્ટ્રાવેહિક્યુલર એક્ટિવિટી પણ કહેવામાં આવે છે. જો કે, કેટલીકવાર તે ગંભીર મુશ્કેલી તરફ દોરી શકે છે, તેથી તે અત્યંત સાવધાની સાથે કરવામાં આવે છે.

આ પણ વાંચો : તમારા કામનું: શું ફરી સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ, કેન્દ્ર સરકારે આપ્યા સંકેત

41 વર્ષના આઈઝેકમેને અંતરિક્ષમાં રવાના થતાં પૂર્વે જણાવ્યું હતું કે જ્યારે માણસે ચંદ્ર પર પગ મુક્યો ત્યારે મારો જન્મ થયો નહોતો. પરંતુ મારા સંતાનો માણસોને ચંદ્ર અને મંગળ પર ફરતાં જોશે તો તે મને ગમશે. જો કે, ખરાબ હવામાનને કારણે આ અંતરિક્ષ યાત્રા શરૂ થવામાં પખવાડિયાનો વિલંબ થયો હતો અને તેમણે પરત આવતી વખતે પણ હવામાન અનુકૂળ હોય તેનુ ઘ્યાન રાખવું પડશે. તેમની પાસે હવામાન અનુકૂળ બને તેની રાહ જોયા સિવાય બીજો કોઇ વિકલ્પ હશે નહીં.


Google NewsGoogle News