TDPના દિગ્ગજ નેતાએ મહિલાની જાતિય સતામણી કરી ધમકી આપવી ભારે પડી, કરાઈ મોટી કાર્યવાહી
Image Twitter |
Satyavedu MLA Koneti Adimulam Case : જાતીય સતામણીના આરોપમાં ફસાયેલા સત્યવેદુ વિધાનસભા વિસ્તારમાંથી ધારાસભ્ય કોનેતી આદિમુલમને તેમની તેલગુ દેશમ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. ટીડીપીએ આંધ્રપ્રદેશ અધ્યક્ષ પલ્લા ક્ષીનિવાસે એક પત્ર જાહેર કરીને કહ્યું કે, અધિમુલા પર લાગેલા જાતીય સતામણીના આરોપના કારણે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે.
કોનેટીએ શરુઆતથી જ મારુ જાતીય શોષણ કર્યું છે: પીડિતા
હકીકતમાં સત્યવેદુ વિધાનસભા ક્ષેત્રના ટીડીપીના ધારાસભ્ય કોનેટી આદિમુલમ પર એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ હૈદરાબાદમાં મીડિયા સામે આવીને જણાવ્યું હતું કે, 'કોનેટીએ શરુઆતથી જ મારુ જાતીય શોષણ કર્યું છે અને આ વિશે હું કોઈને કહીશ તો જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. મેં આ બધુ પેન કેમેરામાં રેકોર્ડ કર્યુ છે કે જેથી તમામને અમારા ધારાસભ્ય વિશે માહિતી મળે. ધારાસભ્યએ એકસોવાર તેને ફોન કર્યા છે, આ ઉપરાંત મેસેજ પણ મોકલતા હતા અને ધમકી આપતા હતા.'
'તેમણે ત્રણ વખત મારી સાથે જાતીય શોષણ કર્યું'
પીડિતાએ જણાવ્યું કે, તેઓ એક જ પાર્ટીમાં હોવાના કારણે કેટલાય કાર્યક્રમોમાં તેમની સાથે મુલાકાત થતી હતી. ધારાસભ્યએ મારો મોબાઈલ નંબર લીધો હતો અને વારંવાર ફોન કરવા લાગ્યા હતા. અને એકવાર ધારાસભ્યએ મને તિરુપતિની એક હોટલના રુમ નંબર 109માં આવવા માટે કહ્યું હતુ. ત્યાં મારુ જાતીય શોષણ કર્યું હતું અને તેમણે મને ધમકાવી હતી કે, આ વિશે કોઈને કહીશ તો તને અને તારા પરિવારને જીવથી મારી નાખીશ. તેમણે ત્રણ વખત મારી સાથે જાતીય શોષણ કર્યું. આખરે, ધારાસભ્ય આદિમુલમનો અસલી ચહેરો ઉજાગર કરવા મેં પેન કેમેરાથી બધું રેકોર્ડ કર્યું. આ ઘટનાને ટીડીપી નેતૃત્વએ ગંભીરતાથી લીધી હતી. ગુરુવારે પ્રદેશ અધ્યક્ષે ધારાસભ્ય આદિમૂલમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.