Get The App

કોંગ્રેસને માર્યો ટોણો, કાર્યકરોને આપી ચેતવણી: હરિયાણાના પરિણામ બાદ ઍલર્ટ થયા કેજરીવાલ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસને માર્યો ટોણો, કાર્યકરોને આપી ચેતવણી: હરિયાણાના પરિણામ બાદ ઍલર્ટ થયા કેજરીવાલ 1 - image


Haryana Vidhan Sabha Election : હરિયાણામાં ભાજપની જીત અને કોંગ્રેસની હાર બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ એલર્ટ થઈ ગયા છે. આજે મંગળવારે એક બાજુ  કેજરીવાલે હરિયાણા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો તો બીજી બાજુ તેમણે તેના નેતાઓને સલાહ પણ આપી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ પાર્ટીના નેતાઓને વધુ પડતાં આત્મવિશ્વાસથી બચવા અને જનતાની સેવામાં જોડાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ચૂંટણી સુધી એકજૂટ રહે અને એકબીજા સાથે લડે નહીં.

આ પણ વાંચો: 'કોંગ્રેસનું તો સત્યાનાશ થઈ ગયુ': વિનેશ ફોગાટની જીત પર બ્રિજભૂષણ સિંહનો કટાક્ષ

ક્યારેય વધુ પડતાં આત્મવિશ્વાસમાં ન રહેવું જોઈએ : કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે પાર્ટીના કાઉન્સિલરોને સંબોધન કરતાં કહ્યું કે, "હવે ચૂંટણી આવવાની છે. પહેલી વાત કે, કોઈપણ ચૂંટણીને હળવાશથી ન લેવી. હજુ તો ખબર નથી કે પરિણામો શું છે, પરંતુ આજની ચૂંટણીમાંથી સૌથી મોટો પાઠ શીખવા જેવો એ છે કે, ક્યારેય વધુ પડતાં આત્મવિશ્વાસમાં ન રહેવું જોઈએ. કોઈપણ ચૂંટણીને હળવાશથી લેવી જોઈએ નહીં. દરેક ચૂંટણી મુશ્કેલ હોય  છે. દરેક ચૂંટણીમાં દરેક બેઠક જીતવી મુશ્કેલ હોય છે. તેના માટે ભારે મહેનત કરવી પડશે."

આ પણ વાંચો: હરિયાણા પરિણામ: અતિ-આત્મવિશ્વાસ નડ્યો કે પછી જૂથવાદ? કોંગ્રેસની આશા પર કેમ ફરી ગયું પાણી

કેજરીવાલે પરસ્પર લડાઈ-ઝઘડાથી દૂર રહેવાની સલાહ આપી

અરવિંદ કેજરીવાલે કાઉન્સિલરોને સલાહ આપી કે, તેઓ તેમના ધારાસભ્યો સાથે ન લડે. આ ઉપરાંત કેજરીવાલે પાર્ટીના નેતાઓને ચૂંટણી સુધી પરસ્પર લડાઈ-ઝઘડાથી દૂર રહેવાની સલાહ આપતાં કહ્યું કે, 'તમારા ધારાસભ્યો સાથે લડશો નહીં, લડાઈ-ઝઘડા આપણે એપ્રિલમાં કરીશું. આ આપણો જ પરિવાર છે, અને પરિવારમાં નાના મોટા ઝઘડા થાય છે, એમાં કંઈ ખોટું નથી. એટલે લડાઈ-ઝઘડા આપણે માર્ચ અને એપ્રિલમાં કરીશું. હાલમાં ચૂંટણી જીતવી એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. ફેબ્રુઆરીમાં ચૂંટણી છે. એવું માનવામાં આવે છે કે, તેમનો ઇશારો હરિયાણામાં ભૂપિન્દર સિંહ હુડ્ડા અને કુમારી શૈલજા વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ પર હતો. 


Google NewsGoogle News