Tatkaal Passport : 10 દિવસમાં જ મળી જશે પાસપોર્ટ!, જાણો તમામ જરૂરી માહિતી

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
Tatkaal Passport : 10 દિવસમાં જ મળી જશે પાસપોર્ટ!, જાણો તમામ જરૂરી માહિતી 1 - image

ભારતમાં પાસપોર્ટ બનાવવાનો ક્રેઝ વધ્યો છે. લોકો તત્કાલ પાસપોર્ટ પણ કઢાવતા હોય છે. તત્કાલ પાસપોર્ટ એક સાધારણ પાસપોર્ટ જેવો જ હોય છે પરંતુ તે 10 દિવસની અંદર જ તૈયાર થઈ જાય છે. વિદ્યાર્થીઓ બિઝનેસમેન અથવા મેડિકલ ઈમરજન્સી જેવી મુસાફરી માટે લોકો તત્કાલ પાસપોર્ટ કઢાવતા હોય છે.

તત્કાલ પાસપોર્ટની ઓનલાઈન અરજી કરવા માટે તમારે આ સ્ટેપને ફોલો કરવા પડશે 

1. સૌથી પહેલા પાસપોર્ટ સેવાની સત્તાવાર વેબસાઈટ passportindia.gov.in  પર જાઓ.

2. ત્યાં જઈને રજીસ્ટર અથવા લોગીન કરો.

3. અહીં પાસપોર્ટ નવો બનાવો અથવા ફરીથી રીન્યુ કરવાનો વિકલ્પ પસંદ કરો.

4. 'સ્કીમ ટાઇપ'માં તત્કાલ વિકલ્પ પસંદ કરો.

5. અરજી પત્રક ડાઉનલોડ કરીને જરૂરી માહિતી ભરો.

6. ઓનલાઈન રૂપિયાની ચુકવણી કરીને પ્રક્રિયા પૂરી કરો.

7. પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરો.

8. એપોઇન્ટમેન્ટના દિવસે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જાઓ અને જરૂરી દસ્તાવેજ જમા કરો.

અરજી લખતા સમયે તમારે નીચેની માહિતી આપવાની રહેશે

1. પોતાનું નામ, જન્મ તારીખ, સરનામું અને મોબાઈલ નંબર

2. પોતાનો આધાર નંબર, પાન નંબર અને ચૂંટણી કાર્ડનો ઓળખ નંબર

3. એક પાસપોર્ટ ફોટો

4. એક તાજેતરનો ફોટો ઓળખ પ્રમાણ

5. એક સરનામાનું પ્રમાણ

6. તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરવાનો ચાર્જ 3500 રૂપિયા રહેશે

તમારી એપોઇન્ટમેન્ટ બુક રવા માટે નીચેના તબક્કા પ્રમાણ કામગીરી કરાવાની રહેશે

1. તમારી એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે પાસપોર્ટ સેવા કેન્દ્રની વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

2. તમારા પાસપોર્ટ સેવા કેન્દ્રનું સરનામું અને સંપર્કની માહિતી શોધો

3. એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે વેબસાઈટ પર આપેલી સૂચનાઓને અનુસરો.

એપોઈન્ટમેન્ટના દિવસે આ દસ્તાવેજોની જરૂર પડશે 

1. ભરેલું અરજી ફોર્મ.

2. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

3. તાજેતરનો ઓળખનો પુરાવો (ફોટો).

4. રહેઠાણનો પુરાવો.

5. અરજી ફીની ચુકવણીની રીસીપ્ટ.

6. પાસપોર્ટ સેવા કેન્દ્ર તમારી અરજીની તપાસ કરશે અને જો તે યોગ્ય હશે તો તમારો પાસપોર્ટ તમને 10 દિવસની અંદર મોકલી આપવામાં આવશે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો 

1. તમારું અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો અને બધી જરૂરી માહિતી આપો.

2. તમારી અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.

3. એપોઇન્ટમેન્ટ સમયે તમારા પાસપોર્ટ સેવા કેન્દ્ર પર સમયસર પહોંચો.

4. જો તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરવા અંગે તમને કોઈ પ્રશ્નો હોય, તો તમે પાસપોર્ટ સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો.


Google NewsGoogle News