Get The App

Lok Sabha Elections 2024 : ભારતના આ રાજ્યમાં આવેલું છે વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક

અહીં વર્ષમાં છ માસ બરફથી ઢંકાયેલ રહે છે અને ઓક્સીજનની અછત પણ રહે છે

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections 2024 : ભારતના આ રાજ્યમાં આવેલું છે વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક 1 - image


Lok Sabha Elections 2024 : ટશીગંગ (Tashigang) સમુદ્ર સપાટીથી 15,256 ફૂટની ઊંચાઈ પર સ્થિત વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક (Highest Polling Station ) છે. ટશીગંગ શીત મરુથલ નામથી વિખ્યાત લાહુલ સ્પીતી જિલ્લાની સ્પીતી ખીણમાં સ્થિત છે. વર્ષમાં છ માસ બરફથી ઢંકાયેલું રહે છે. અહીં ઓક્સિજનની અછત પણ રહે છે. આ મતદાન મથક હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં આવેલું છે.  

તાપમાન માઈનસ 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે

અહીં તાપમાન પણ માઈનસ 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. અહીં આશરે દસ ઘર છે. આશરે અડધા ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલ છે. 2019 અગાઉ વિશ્વનું સૌથી ઊંચું મતદાન કેન્દ્ર લાહુલ સ્પિતી જિલ્લામાં સ્થિત હિક્કિમ હતું. પરંતુ 2019માં ટશીગંગને મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં 45 મતદારો હતા. તેમાં 27 પુરુષ અને 18 મહિલા મતદાતા હતા. મંડી સંસદીય ક્ષેત્રની પેટા ચૂંટણીમાં 48 મતદારો હતા જેમાં 29 પુરુષ અને 22 મહિલાઓ સામેલ હતી. 2022ની વિધાનસભા ચૂંટણી (Legislative Assembly election)માં 52 મતદારો હતા જેમાં 30 પુરુષ અને 22 મહિલા છે. 

વિશ્વનું સૌથી ઊંચું મતદાન કેન્દ્ર હોવાનું ગર્વ 

ટશીગંગને પાંચ વર્ષ અગાઉ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન વિશ્વનું સૌથી ઊંચું મતદાન કેન્દ્ર હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. સ્પીતી ખીણના મુખ્યાલય કાજાથી ટશીગંગનું અંતર આશરે 35 કિલોમીટર છે. જાહેરમાર્ગથી મતદાન કેન્દ્રનું અંતર 200 મીટર છે.


Google NewsGoogle News