LICની વેબસાઈટને લઈને નવો વિવાદ શરૂ, સ્ટાલિને કહ્યું- 'હિમ્મત કેવી રીતે થઈ, આ તો ભાષાકીય અત્યાચાર'
તમિલનાડુમાં હિન્દી ભાષાને લઈને સતત રાજકીય ગરમાવો આવતો રહે છે. હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને નોન-હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દીના આયોજનો ન કરાવવાને લઈને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. ત્યારબાદ હવે તેમણે LICની વેબસાઈટ પર હિન્દી ભાષાના ઉપયોગ પર વાંધો દર્શાવ્યો છે.
તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે નેતા એમકે સ્ટાલિને મંગળવારે સરકારી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની વેબસાઈટ પર થયેલા ભાષાકીય સુધારા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે હિન્દી થોપવાના પ્રચારનું સાધન ગણાવ્યું છે. તેની સાથે જ મુખ્યમંત્રીએ સરકારી ક્ષેત્રની કંપની LICને તાત્કાલિક સુધારાની માગ કરી છે અને તેને ભાષાકીય અત્યાચાર ગણાવ્યો છે.
મુખ્યમંત્રી સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર LICના હિન્દી વેબપેજનો સ્ક્રીનશૉટ શેર કર તા પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, LICની વેબસાઈટ હિન્દી થોપવાના પ્રચારના સાધનમાં ફેરવાઈ ગઈ છે. ત્યાં સુધી કે અંગ્રેજી પસંદ કરવાનો વિકલ્પ પણ હિન્દીમાં જ બતાય રહ્યો છે. આ કંઈ બીજુ નહીં પરંતુ સાંસ્કૃતિક અને ભાષાકીય અત્યાચાર થોપવાની વાત છે, જે ભારતની વિવિધતાને કચડી રહી છે. LIC તમામ ભારતીયોના સંરક્ષણથી વિકસિત થઈ છે. તેને પોતાના વધુ પડતા યોગદાન આપનારાને દગો આપવાની હિમ્મત કેવી રીતે થઈ? અમે આ ભાષાકીય અત્યાચારને તાત્કાલિક પરત લેવાની માગ કરીએ છીએ. સ્ટાલિને આ પોસ્ટ હેશટેગ 'હિન્દી થોપવાનું બંધ કરો'ની સાથે કરી છે.