શું અમિત શાહે મંચ પર જ મહિલા નેતાને ખખડાવ્યા? વીડિયો વાયરલ થયા બાદ સામે આવી સ્પષ્ટતા
Amit Shah Reprimanded Soundararajan: ચંદ્રબાબૂ નાયડૂએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્યારે ગૃહ મંત્રી અને બહાજાપના વરિષ્ઠ નેતા અમિત શાહ પણ ત્યાં હાજર હતા. આ કાર્યક્રમનો એક વીડીયો સામે આવ્યો છે. જે હાલ ચર્ચાનો વિષય છે. જેમાં અમિત શાહ તમિલનાડુના પૂર્વ રાજ્યપાલને ઠપકો આપતા દેખાય છે.
અમિત શાહે તમિલિસાઈ આપ્યો ઠપકો
જયારે પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ અમિત શાહને હાથ જોડીને અભિવાદન કરતા આગળ વધે છે ત્યારે અમિત શાહ તેમને પાછા બોલાવીને તેને ઠપકો આપતા દેખાય છે. એવું માનવામાં આવે છે કે અમિત શાહે તમિલિસાઈને અન્નામલાઈ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઠપકો આપ્યો હોઈ શકે છે. તમિલિસાઈએ લોકસભા ચૂંટણી પહેલા તેલંગાણાના રાજ્યપાલનું પદ છોડી દીધું હતું અને ચેન્નાઈ દક્ષિણથી ચૂંટણી લડી હતી.
તમિલિસાઈ અને અન્નામલાઈ વચ્ચે શું મતભેદ છે?
ભાજપના બે મોટા નેતા તમિલિસાઈ સોંદર્યરાજાન અને અન્નામલાઈ વચ્ચે લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાના ભાજપના નિર્ણયને લઈને મતભેદ છે. આ બાબતે તમિલિસાઈએ કહ્યું હતું કે જો પાર્ટીએ AIADMK સાથે ગઠબંધન કર્યું હોત તો પાર્ટી મોટા માર્જિનથી ઘણી સીટો જીતી શકી હોત. અન્નામલાઈએ આ મામલે કોઈ ટિપ્પણી કરી ન હતી પરંતુ તેમના સમર્થકોએ તમિલિસાઈના આ નિવેદનનો ખૂબ વિરોધ કર્યો હતો.
તમિલિસાઈએ સોશિયલ મીડિયા પર કરી સ્પષ્તા
તમિલિસાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણી પરિણામો પછી મારી પહેલીવાર અમિત શાહ સાથે આંધ્રપ્રદેશમાં મુલાકાત થઈ. તેમણે મને મને પોસ્ટ પોલ ફોલોઅપ અને ચેલેન્જીસનો સામનો કરવા બાબતે પૂછવા મત બોલાવી હતી.
તમિલિસાઈએ વધુમાં કહ્યું કે હું બધું જ વિગતવાર કહી રહી હતી, પરંતુ ઓછો સમય હોવાના કારણે, ગૃહમંત્રી અમિત શાહે મને રાજકીય અને મતવિસ્તારનું કામ કરવાની સલાહ આપી.
લોકસભા ચૂંટણીમાં ભાજપને એક પણ બેઠક નથી મળી
જો કે લોકસભા ચૂંટણી 2024માં અન્નાદ્રમુક કે ભાજપને એક પણ બેઠક મળી નથી. એમકે સ્ટાલિનની ડીએમકે પાર્ટીને 39 લોકસભા બેઠકમાંથી 22 અને કોંગ્રેસને 9 બેઠક મળી છે. તેમજ આ વખતે ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ પણ પોતાની બેઠક જીતવામાં સફળ રહ્યા નથી. જેમાં અન્નામલાઈ અને તમિલિસાઈના નામ પણ સામેલ છે. અન્નામલાઈ કોઈમ્બતુર અને તમિલિસાઈ ચેન્નાઈ દક્ષિણ લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ આ બંને નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો.