Get The App

તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 6નાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
Tamil Nadu Firecracker Factory Blast


Tamil Nadu Firecracker Factory Blast: તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના સત્તુર વિસ્તારમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં છ લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને અનેક લોકો ઈજાગસ્ત થયા હતા. અહેવાલો અનુસાર, ફેક્ટરીમાં ચાર રૂમ હતા, જે બ્લાસ્ટ બાદ તૂટી પડ્યા હતા. માહિતી બાદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. 

ફાયર વિભાગે પરિસ્થિતિને કાબુમાં લીધી

અકસ્માતની માહિતી મળતા જ ફાયર અને રેસ્ક્યુ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓ હજુ પણ વિસ્ફોટનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે બચાવકર્મીઓએ ઝડપથી કામ કર્યું હતું. આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના સર્જાઈ હતી.  

આ પણ વાંચો: સૌરવ ગાંગુલીની દીકરીની કારને બસે મારી જોરદાર ટક્કર, કોલકાતામાં થયો આબાદ બચાવ!


ઉલ્લેખનીય છે કે,વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ઘણી ફેક્ટરીઓ છે અને અહીં અનેક અકસ્માતો સર્જાય છે. વર્ષ 2024માં અકસ્માત બાદ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ફટાકડાની ફેક્ટરીઓમાં સલામતી નિયમોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ છતાં અકસ્માતો અટકી રહ્યા નથી.

તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 6નાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ 2 - image


Google NewsGoogle News