Get The App

ઘરમાં ઉંદર મારવાની દવા રાખતા લોકો સાવધાન, ઝેર હવામાં ભળી જતાં બે બાળકોના મોત

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
ઘરમાં ઉંદર મારવાની દવા રાખતા લોકો સાવધાન, ઝેર હવામાં ભળી જતાં બે બાળકોના મોત 1 - image


Two children Die from Rat Poison:  તમિલનાડુમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળ્યા બાદ સૌ કોઈ હચમચી ઉઠ્યા છે. હકીકતમાં ઉંદરોને મારવાની દવા ઘરમાં રાખવાના ફેલાયેલા ઝેરને કારણે એક મોટી ઘટના બની છે. જેમાં શ્વાસ રૂંધાવાના કારણે બે બાળકોના મોત થયા છે. જ્યારે તેમના માતા-પિતા હાલત હાલમાં ખૂબ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ચેન્નઈના મનનજેરી વિસ્તારના દેવેન્દ્ર નગરના 34 વર્ષીય ગિરિધરન અને તેમની પત્ની પવિત્રા એક એપાર્ટમેન્ટમાં રહે છે. ગિરધરન એક ખાનગી બેંકમાં નોકરી કરે છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ફસાતા કોંગ્રેસ લાલઘૂમ, કહ્યું - PM મોદીની સભાને કારણે ક્લિયરન્સ ન મળ્યું

બુધવારે સવારે ગિરિધરન, તેમની પત્ની અને બંને બાળકોને ચક્કર આવવા લાગ્યા અને પછી ઉલ્ટી થવા લાગી. જ્યારે પડોશીઓને આ વાતની જાણ થઈ તો તેઓએ આખા પરિવારને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 

પુત્ર અને પુત્રીનું મૃત્યુ 

આ સમય દરમિયાન ગિરિધરનના એક વર્ષના પુત્ર સાઈ સુદર્શન અને છ વર્ષની પુત્રી વિશાલિનીનું મૃત્યુ થયું હતું. જ્યારે ગિરિધરન અને તેની પત્ની પવિત્રાની હાલત હજુ પણ ગંભીર છે. ડોક્ટરોનું કહેવું છે કે, બંનેના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 

ઉંદરોથી પરેશાન હતો આખો પરિવાર

ઘટનાની જાણ કુન્દ્રાથુર પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે ગિરિધરનનો આખો પરિવાર ઘરમાં ઉંદરોથી પરેશાન હતો. ઉંદરો ઘરની વસ્તુઓને નુકસાન પહોંચાડી રહ્યા હતા. તેથી તેમણે ઉંદરોથી છુટકારો મેળવવા માટે પેસ્ટ કંટ્રોલ કંપનીની મદદ લીધી. કંપનીમાંથી બે લોકો આવ્યા હતા અને ઉંદર મારવાનું પાવડરનો રાખ્યો હતો. આ પાવડર સ્વરૂપે હવામાં ભળી ગયો હતો. 

આ પણ વાંચો : પાર્ટી પછી લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતા યુવક-યુવતીઓ, BMW સાથે રેસ લગાવી અને ધડથી માથા અલગ થઈ ગયા

પરિવાર એસી રૂમમાં સૂતો હતો.

ગિરિધરનનો આખો પરિવાર એસી રૂમમાં સૂતો હતો. રાત્રે ઝેરની અસર થઈ અને આખો પરિવાર ગંભીર રીતે બીમાર થઈ ગયો. જ્યારે પરિવાર જાગ્યો ત્યારે દરેકને ચક્કર આવવાની ફરિયાદ કરી. અને થોડીવાર બાદ દરેક સભ્યોને ઉલ્ટી થવા લાગી હતી. જ્યારે પડોશીઓને આ વાતની જાણ થઈ તો તેઓએ તરત જ બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા.

કુન્દ્રાથુર પોલીસનું કહેવું છે કે આ મામલે પેસ્ટ કંટ્રોલ કંપની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. અને આ અંગે  વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


Google NewsGoogle News