તમિલનાડુમાં વરસાદથી ભારે તારાજી સર્જાઈ, સ્કુલ-કોલેજ બંધ, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
રાજ્યના ચાર મંત્રીઓને તાત્કાલિક પ્રભાવિત વિસ્તારોમાં રાહત મોકલવા કહેવામાં આવ્યું
રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી
Tamil Nadu rains: તમિલનાડુમાં ગત રવિવારથી વરસાદે ભારે તબાહી સર્જી છે અને વરસાદ હજુ પણ બંધ થયો નથી અને અવિરત ચાલુ છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે જેના પગલે સરકાર દ્વારા અહીં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ચાર મંત્રીઓને તાત્કાલિક પ્રભાવિત વિસ્તારોમાં રાહત મોકલવા કહેવામાં આવ્યું છે.
શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ
ભારે વરસાદને કારણે તમિલનાડુના તિરૂનેલવેલી, થૂથુકુડી,કન્યાકુમારી અને ટેન્કાસીની તમામ સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ રાખવામાં આવી છે. આ સાથે બેંકિંગ અને અન્ય ફાઇનાન્સિયલ સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવી છે. આ ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
હજુ અતી ભારે વરસાદની આગાહી
ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ અનુસાર તમિલનાડુમાં આવતા બેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે રાજ્યની કેટલીક સ્કૂલોની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. સ્થાનીય મેટ્રોલોજીકલ ડિપોર્ટમેન્ટ અનુસાર, કોમોરિન અને તેના આજુબાજુના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. એવામાં આવનારા દિવસોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે.
રાજ્ય સરકારની તૈયારીઓ
તમિલનાડુની સરકારે રાહત માટે ચાર મંત્રીઓને પ્રભાવિત વિસ્તારોમાં મોકલ્યા છે. સરકાર એ બાબતોનું ખાસ ધ્યાન રાખી રહી છે કે, ભારે વરસાદને કારણે પૂર્ણ જેવી સ્થિતિ સર્જાઈ ન જાય. સાથે ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે આર્મી, વાયુ સેના અને નૌસેનાની મદદ માગી
દક્ષિણ તમિલનાડુના અનેક જિલ્લાઓમાં રોડ, પુલ અને ખેતરો જળમગ્ન બન્યા છે. ગઈ કાલથી સતત વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદને કારણે કોલોનીઓમાં પાણી ઘૂસી ગયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તૂતીકોરિન જિલ્લામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. રાજ્ય સરકારે બચાવ અભિયાનની સાથે-સાથે પ્રભાવિત વિસ્તારોમાં લોકો માટે ઇન્ડિયન આર્મી, વાયુ સેના અને નૌસેની મદદ માગી છે. કન્યાકુમારીમાં 17.3 સેમી, તિરૂનેલવેલીમાં 26 સેમી અને તૂતીકોરિનમાં છેલ્લા 15 કલાકમાં 60 સેમી વરસાદ નોંધાયો છે.
વરસાદથી પ્રભાવિત લગભગ 7,500 લોકોને બહાર નીકાળીને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. કોમન એલર્ટ પ્રોટોકેલ દ્વારા 62 લાખ લોકોને SMS એલર્ટ મોકલમાં આવ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ શિવ દાસ મીણાએ કહ્યું કે, રાજ્યને આર્મી, નૌસેના અને વાયુ સેનાની સેવાની માગ કરી છે. બચાવ અને રાહત માટે 84 બોટ તૈનાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી એમકે સ્ટાલિને થમીરાબારીની નદીમાં પૂર આવ્યા બાદ અધિકારીઓને વધુ પાણી નજીકના કન્નડિયન ચેનલમાં છોડવા માટે આદેશ આપ્યો છે. NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કર્મચારીઓ, ફાયબ્રિગેડ, બચાવ સેવા અને પોલીસની ટીમને પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને નીકાળવા અને તેમને સ્કૂલ અને સલામત સ્થળે ખસેડવા માટે કહ્યું છે. તિરૂનેલવેલી-તિરૂચેન્દૂર ખંડમાં રેલવે સેવા બંધ કરી દેવામાં આવી છે. કારણ કે, ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને કોમોરિન વિસ્તારમાં ચક્રવાત તીવ્ર બની રહ્યું છે.