ધાર્મિક ઉત્સવના મેળામાં દેવતાઓ સાથે પોર્ન સ્ટારના ફોટાવાળું પોસ્ટર લગાવવાતાં તામિલનાડુમાં હોબાળો
Mia Khalifa Poster Controversy: તામિલનાડુ(Tamil Nadu)ના કાંચીપુરમ વિસ્તારમાં ધાર્મિક ઉત્સવ દરમિયાન પોસ્ટરને લઈને વિવાદ છંછેડાયો છે. તામિલનાડુના મંદિરોમાં ધાર્મિક ઉત્સવની ઉજવણી માટે હોર્ડિંગ્સ અને લાઇટ્સથી સજાવટ કરવામાં આવી હતી. જો કે અહીં દેવતાઓ સાથે પોર્ન સ્ટારના ફોટાવાળું પોસ્ટર લગાવાતાં હોબાળો મચી ગયો હતો.
મિયા ખલીફાની તસવીર સાથેના પોસ્ટરથી હોબાળો મચી ગયો
રાજ્યના કુરુવિમલાઈ(Kuruvimalai)ના નાગથમ્મન(Nagathamman) અને સેલીયમ્મન(Selliamman) મંદિરોમાં ધાર્મિક ઉત્સવની ઉજવણીની સજાવટ માટે જે હોર્ડિંગ લગાવામાં આવ્યા હતા તેમાંથી એક હોર્ડિંગમાં પાર્વતી દેવી સાથે મિયા ખલીફાની તસવીર પણ લગાવવામાં આવી હતી. આ જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. આયોજકોએ હોર્ડિંગ્સ પર આધાર કાર્ડ જેવા ફોર્મેટમાં આયોજકોના ફોટોગ્રાફ્સ પણ મૂક્યા હતા. આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોબાળો મચી ગયો હતો.
પોલીસે તાત્ત્કાલિક કાર્યવાહી કરી
જો કે આ તસવીર પર હોબાળો મચી ગયા બાદ પોલીસે તેને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ ઉત્સવ પર તામિલનાડુના મંદિરોમાં દેવી અમ્માન(પાર્વતી)ની પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આદી પેરુક્કુની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આદી પેરુક્કુ ઉત્સવના પાંચ દિવસ અગાઉ વિવાદની આ મોટી દુર્ઘટના ટળી હતી. બીજી બાજુ, પાસલીકુડાઈમાં સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં આદી પેરુક્કુ ઉત્સવ દરમિયાન 50 ફૂટ ઊંચું ફેરિસ વ્હીલ તૂટીને ડાબી તરફ નમ્યું હતું જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.
આ પણ વાંચો : મરાઠી સાઈનબોર્ડ નહીં લગાડનારા દુકાનદારોને 1.35 કરોડનો દંડ, 1 લાખ દુકાનોની તપાસ