'કોંગ્રેસ જ કેમ ન હોય, દર 10 વર્ષે બદલવી જોઈએ સરકાર', પી. ચિદંબરમનું ચોંકાવનારું નિવેદન

ચિદમ્બરમે મોંઘવારી, ભાવ વધારો અને બેરોજગારીને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

મોહન ભાગવત એવા વિશ્વાસ સાથે કામ કરે છે કે, હિન્દુ-મુસ્લિમ વચ્ચે સંઘર્ષ ઉભો કરવો એ ચૂંટણી જીતવાની રીત છે : ચિદમ્બરમ

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
'કોંગ્રેસ જ કેમ ન હોય, દર 10 વર્ષે બદલવી જોઈએ સરકાર', પી. ચિદંબરમનું ચોંકાવનારું નિવેદન 1 - image

નવી દિલ્હી, તા.01 ઓક્ટોબર-2023, રવિવાર

કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમે (P Chidambaram) તમિલનાડુના રામેશ્વરમાં આજે એક જનસભામાં સંબોધન કર્યું હતું. અહીં અખિલ ભારતીય માછીમાર કોંગ્રેસની યોજાયેલી બેઠકમાં ચિદમ્બરમે મોંઘવારી, ભાવ વધારો અને બેરોજગારીને લઈ ભાજપ (BJP) સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર કન્ફ્યૂજ્ડ છે, તેને ગુડબાય કહેવું પડશે...

10 વર્ષમાં એકવાર સરકાર બદલવી નાખવી જોઈએ : ચિદમ્બરમ

પી.ચિદમ્બરમે જણાવ્યું કે, ભાજપ ફુગાવો, કિંમતો પર અંકુશ મેળવી શકી નથી અને નોકરી પણ આપી શકતી નથી, તેથી તેને અલવિદા કહેવું જોઈએ. ભારતીય અર્થવ્યવસ્થા પણ ઝડપી વધી રહી નથી. જે અર્થવ્યવસ્થા કિંમતો પર અંકુશ મેળવી શકતી નથી અને રોજગારી ઉભી કરી શકતી નથી, તેને વિકસિત અર્થવ્યવસ્થા માની શકાય નહીં... મારી સલાહ છે કે, 10 વર્ષમાં એકવાર સરકાર બદલવી નાખવી જોઈએ, જે એક સારી વાત છે. ભલે તે કોંગ્રેસ પાર્ટીની સરકાર હોય...

મોંઘવારી 6 ટકાની ઉપર

મોંઘવારી મુદ્દે ચિદમ્બરમે કહ્યું કે, મોંઘવારી 6 ટકાથી ઉપર પહોંચી ગઈ છે, જે 4 ટકાથી ઉપર ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે, ભાજપના શાસનના 9 વર્ષમાં યુવાઓ માટે બેરોજગારીમાં પણ ઘટાડો થતો નથી... અર્થશાસ્ત્રીઓ મુજબ આર્થિક વિકાસનો અર્થ કિંમતો પર અંકુશ, રોજગારીમાં વૃદ્ધિ, સ્થાનિક બચતમાં વૃદ્ધિ, દેવું ઘટાડવું અને ફુગાવાના નિયંત્રણમાં રાખવાનો છે.

‘PM મોદી 10 વર્ષ પહેલા બોલેલું ભુલી ગયા’

ચિદમ્બરમે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે, 2 કરોડ નોકરીઓનું સર્જન થશે, પરંતુ સત્તા સંભાળ્યા બાદ તેઓ ભુલી ગયા... તેમણે કહ્યું કે, દેશમાં 2.3 ટકા બેરોજગારી છે, જેમાં 22 ટકા 15થી 24 વર્ષની યુવાઓ છે... તેમણે કહ્યું કે, ભારતમાં 42 ટકા સ્નાતક બેરોજગાર છે અને 81 ટકા યુવા બેરોજગાર છે.

રાહુલ ગાંધીએ સર્જ્યો રેકોર્ડ

પી.ચિદમ્બરમે વધુમાં કહ્યું કે, ભારતના લોકોની એકતા અને ભાઈચારા માટે ગત વર્ષે કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કઢાઈ હતી... 51 વર્ષના એક યુવક (રાહુલ ગાંધી) 4000 કિલોમીટર પગપાળા ચાલ્યા... 21મી સદીમાં માત્ર રાહુલ ગાંધીએ જ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. 

તેમણે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે, તેઓ એવા વિશ્વાસ સાથે કામ કરે છે કે, હિન્દુ-મુસ્લિમ વચ્ચે સંઘર્ષ ઉભો કરવે એ ચૂંટણી જીતવાની રીત છે.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News