તમિલનાડુની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી, 7નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
Tamil Nadu's Dindigul Hospital Fire: તમિલનાડુના ડિંડીગુલમાં એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી 7 લોકોના મોત થયા જ્યારે અન્ય 20થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓ પણ સામેલ છે.
ઘાયલોને બીજી હોસ્પિટલમાં રિફર કરાયા
આ દુર્ઘટના ગુરુવારે મોડી રાત્રે સર્જાઈ હતી. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, ખાનગી હોસ્પિટલમાંથી ઓછામાં ઓછા 29 દર્દીઓને ડિંડીગુલ સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
કેવી રીતે ભડકી આગ?
આગ ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન એરિયામાં લાગી હતી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળે ફેલાઈ ગઈ હતી અને આખી ઈમારતને લપેટમાં લઈ લીધી હતી. રિપોર્ટ્સ અનુસાર હોસ્પિટલમાં ધુમાડાને કારણે ગૂંગળામણથી પીડિતો મૃત્યુ પામી ગયા હતા. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને એક કલાકથી વધુની મહેનત કરવી પડી હતી.