રાતોરાત બદલાઈ કિસ્મત, આ શખ્સે કર્યુ એવુ કામ કે 25 વર્ષ સુધી દર મહિને મળતા રહેશે 5.6 લાખ રુપિયા
નટરાજન એક ડ્રોની FAST5 ગ્રાન્ડ પ્રાઈઝમાં આ લક્કી ડ્રો જીત્યા હતા
હવે મારો સમય આવ્યો છે કે હું સમાજનું ઋણ અદા કરું: નટરાજન
IMAGE ENVATO |
તમિલનાડુ, તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર
દેશના તમિલનાડુમાં રહેતા એક શખ્સે એવુ કામ કર્યુ છે કે રાતોરાત તેની કિસ્મત બદલાઈ ગઈ છે. ત્યાર બાદ તે માત્ર તમિલનાડુ જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લોકો આ વાતથી આશ્ચર્યપામી રહ્યા છે. આ શખ્સનું નામ છે મગેશ કુમાર નટરાજન. આ શખ્સ જ્યારે સંયુક્ત અરબ અમીરાત (UAE)ગયો હતો, ત્યારે તેણે એક લોટરીવાળી ગેમ રમી હતી. તેમા તેને એક ડ્રોમાં જેકપોટ જીત્યો હતો. નવાઈની વાત એ છે કે આ ગ્રાન્ડ પ્રાઈઝ જીતવાવાળાઓમાં યુએઈથી બહારનો આ પહેલો શખ્સ હતો. પરંતુ આમાં સૌથી મહત્વની વાત એ છે કે, હવે નટરાજનને આવનારા 25 વર્ષ સુધી દર મહીને 5.6 લાખ રુપિયા મળતા રહેશે.
નટરાજન એક ડ્રોની FAST5 ગ્રાન્ડ પ્રાઈઝમાં આ લક્કી ડ્રો જીત્યા હતા
નટરાજન એક ઈન્ડિયન પ્રોજેક્ટ મેનેજર છે, તે કામ બાબતે વર્ષ 2019માં UAE ગયા હતા અને ત્યાં 4 વર્ષ રોકાયા હતા. આ દરમ્યાન તેમણે એક ડ્રોની FAST 5 ગ્રાન્ડ પ્રાઈઝ ગેમ રમી હતી અને તેમા તે આ લક્કી ડ્રો જીત્યા હતા. જેમા તેમને દર મહિને મોટી રકમ મળવાની છે. ડ્રો જીત્યા બાદ પહેલા તો તેમને વિશ્વાસ નહોતો થતો, પરંતુ તે પછી તે ડ્રો કંપનીમાથી ફોન આવ્યો ત્યારે તેમને પાક્કુ થયું કે તે ખરેખર ડ્રો જીત્યા છે.
હવે મારો સમય આવ્યો છે કે હું સમાજનું ઋણ અદા કરું: નટરાજન
આ બાબતે નટરાજને મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતું કે, મેં મારા અભ્યાસ દરમ્યાન કેટલાય પડકારોનો સામનો કર્યો છે, સમાજના કેટલાક લોકોએ મારો અભ્યાસ પુરો કરવામાં મારી મદદ કરી છે. હવે મારો સમય આવ્યો છે કે, હું સમાજનું ઋણ અદા કરું, હવે હું સમાજમાં જરુરીયાતવાળા લોકોને મદદ કરીશ. તેમને બે દિકરીઓ છે. નટરાજનનું કહેવુ છે કે, સમાજમા યોગદાન સાથે સાથે તેમની દિકરીઓના અભ્યાસ માટે રોકાણ કરશે. તેમણે કહ્યુ કે, તે અવિશ્વસનીય પળ હતી, જે મારી જીંદગીનો સૌથી ખુશીઓ અને યાદગાર પળ બની ગઈ છે. હું મારી દિકરીઓનો અભ્યાસ કરવા માટે રોકાણ કરીશ અને પરિવારના ઉજ્જવલ ભવિષ્ય માટે સારી યોજના બનાવીશ.