'આવો, મારી પાસે બેસો..' મહિલા પત્રકાર અંગે ટિપ્પણી કરી ભાજપ નેતા અન્નામલાઈ વિવાદમાં ફસાયા
તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈ સતત વિવાદોમાં રહે છે, હવે ચોતરફી ટીકા થઈ, સ્પષ્ટતા કરવા થયા મજબૂર
અન્નામલાઈ એક નેતા હોવાની નૈતિકતા શીખે, સન્માનપૂર્વક વર્તન કરે, કોઈમ્બતૂર પ્રેસ ક્લબે ઝાટક્યાં
તમિલનાડુ ભાજપના અધ્યક્ષ (tamilnadu bjp chief) કે.અન્નામલાઈ (bjp chief k annamalai) સતત વિવાદોમાં રહે છે. આ વખતે તેમણે એક મહિલા રિપોર્ટર સાથે એવું વર્તન (tamilnadu bjp chief controversy) કર્યું કે જેના કારણે તેમની ચોતરફી ટીકા થઈ રહી છે. ખરેખર તો મહિલા રિપોર્ટરે અન્નામલાઈને ભાજપ સંબંધિત એક સવાલ કર્યો હતો જેના પર તે ભડકી ગયા અને તેમણે મહિલા રિપોર્ટર (female-reporter) ને ફટકાર લગાવી હતી. તેમની આ હરકતની કોઈમ્બતૂર પ્રેસ ક્લબે આકરી ટીકા કરી હતી. જોકે વિવાદ વધતાં અન્નામલાઈ સફાઈ આપવા મજબૂર થયા હતા.
મહિલા રિપોર્ટરે કર્યો હતો આ સવાલ
અહેવાલ અનુસાર એક મહિલા રિપોર્ટરે અન્નામલાઈને સવાલ કર્યો હતો કે જો તે ભાજપના તમિલનાડુ અધ્યક્ષ ન હોત તો શું તે પાર્ટીમાં ટક્યા હોત? આ સવાલ સાંભળીને અન્નામલાઈ નારાજ થઇ ગયા અને તેમણે રિપોર્ટરને પૂછી લીધું કે તમારી મારી પાસે આવીને બેસી જવું જોઈએ જેથી ટીવી પર જે પણ વ્યક્તિ તેમને જોઈ રહી છે તેને ખબર પડે કે આ સવાલ કોણે કર્યો છે? તેઓ સતત મહિલા રિપોર્ટરને પોતાની પાસે આવીને બેસી જવા દબાણ કરતા રહ્યા હતા.
ભાજપ નેતા અન્નામલાઈએ શું કહ્યું?
અન્નામલાઈએ કહ્યું કે આવો અહીં અને મારી બાજુમાં બેસી જાઓ. લોકોને ટીવીના માધ્યમથી એ જોવાની તક મળવી જોઈએ કે મને આ સવાલ કોણે કર્યો છે? સવાલ પૂછવાની એક રીત હોય છે. 8 કરોડ લોકોને એ ખબર હોવી જ?ઈએ કે આખરે આ શાનદાર સવાલ કોણે કર્યો છે? ભાજપ નેતાના વારંવાર દબાણ સામે મહિલાના સાથી રિપોર્ટરોએ તેમનો બચાવ કરવાનું ચાલુ રાખ્યું હતું.
સ્પષ્ટતા કરવા મજબૂર થયા
તમિલનાડુ ભાજપના પ્રમુખે કહ્યું કે હું તો ફૂલ ટાઈમ નેતા નથી. એક ખેડૂત તરીકે મારી ઓળખ છે. તેના પછી હું નેતા છું અને ભાજપમાં જોડાયેલો છું. બીજી બાજુ અન્નામલાઈની આ હરકત પર બાકી રિપોર્ટર્સે નારાજગી વ્યક્ત કરી અને તેમનો વિરોધ કર્યો તો અન્નામલાઈ કહેવા લાગ્યા કે હું તો બસ યોગ્ય રીતે સવાલ પૂછવા કહી રહ્યો હતો. હું નેક ઈરાદે તમારી બહેનને સલાહ આપી રહ્યો હતો.
પ્રેસ ક્લબે કરી ટીકા
કોઈમ્બતૂર પ્રેસ ક્લબે અન્નામલાઈની આકરી ટીકા કરતાં કહ્યું કે પત્રકારિતા પર નૈતિકતાનો ઉપદેશ આપવાનો પ્રયાસ કરતાં પહેલાં અન્નામલાઈએ એક નેતા હોવાની નૈતિકતા શીખવી જોઈએ અને સન્માનપૂર્વક વર્તન કરવું જોઇએ. પત્રકારિતા નાગરિકો અને જાહેર જીવનમાં હાજર લોકો વચ્ચે એક સેતુ તરીકે છે. કોંગ્રેસે પણ અન્નામલાઈની ઝાટકણી કાઢી હતી. તમિલનાડુ કોંગ્રેસના મહાસચિવ લક્ષ્મી રામાચંદ્રને કહ્યું કે મેં કોઈનામાં આવો અહંકાર જોયો નથી.