Get The App

ભાજપને મોટો ઝટકો! તમિલનાડુમાં અભિનેત્રીએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, લગાવ્યા ગંભીર આરોપ

સી. અલાગપ્પએ મારી સાથે છેતરપિંડી કરી : ગૌતમી

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ભાજપને મોટો ઝટકો! તમિલનાડુમાં અભિનેત્રીએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, લગાવ્યા ગંભીર આરોપ 1 - image


Actress Gautami Tadimalla resigns from BJP : આવનારા વર્ષમાં એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી યોજવાની છે. એવામાં તમિલનાડુમાં ભાજપને એક મોટો ઝટકો લાગ્યો છે. અભિનેત્રી અને ભાજપ નેતા ગૌતમી તાડીમલ્લાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌતમીએ એક પત્ર દ્વારા આ માહિતી આપી હતી.

અભિનેત્રી ગૌતમી તાડીમલ્લાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું 

ગૌતમી તાડીમલ્લાએ એક પત્ર લખી તેના રાજીનામાં અંગે જાણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, હૃદય પર ભાર મૂકી જાણવું પડે છે કે મેં ભાજપના સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. હું 25 વર્ષ પહેલા પાર્ટીમાં રાષ્ટ્ર નિર્માણમાં તેના પ્રયાસોનું યોગદાન આપવા માટે જોડાઈ હતી. મારા જીવનમાં મેં જે પણ પડકારોનો સામનો કર્યા બાદ પણ મેં તે પ્રતિબદ્ધતાને સન્માન આપ્યું છે. છતાં આજે હું મારા જીવનમાં અકલ્પનીય સંકટની પરિસ્થિતિમાં ઉભી છું. મને પક્ષ અને નેતાઓ તરફથી કોઈ પ્રકારનું સમર્થન મળ્યું નથી.

સી. અલાગપ્પએ મારી સાથે છેતરપિંડી કરી : ગૌતમી

ગૌતમી તાડીમલ્લાએ સી. અલાગપ્પન પર આરોપ લગાવતા કહ્યું કે, 17 વર્ષની ઉંમરથી કામ કરી રહી છું અને મારી કારકિર્દી સિનેમા, ટેલિવિઝન, રેડિયો અને ડિજિટલ મીડિયામાં 37 વર્ષની છે. મેં મારું આખું જીવન મહેનત કરી છે જેથી હું આ ઉંમરે આર્થિક રીતે સુરક્ષિત રહી શકું અને મારી દીકરીના ભવિષ્યને સુધારી શકું. અત્યાર આર્થિક રીતે હું અને મારી દીકરી આ સ્થિતિમાં સલામત હોત પરંતુ સી. અલાગપ્પને મારી સાથે છેતરપિંડી કરી અને તમામ પૈસા, મિલકત અને દસ્તાવેજો પડાવી લીધા છે. ગૌતમી તાડીમલ્લાએ આ મામલે મુખ્યમંત્રી અને પોલીસ અધિકારીઓને ન્યાયની અપીલ કરી છે. આજ કારણથી ભાજપમાંથી મારા પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.


Google NewsGoogle News