આંબેડકર વિવાદમાં સાઉથના સુપરસ્ટારે ઝંપલાવ્યું, કહ્યું - 'અમુક લોકોને એમના નામથી એલર્જી..'
Actor Vijay Criticizes Amit Shah: અમિત શાહે સંસદમાં આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને લઈને સંસદની અંદર અને બહાર ભારે હોબાળો થઈ રહ્યો છે. વિરોધ પક્ષ આમિત શાહ માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે, જ્યારે ભાજપનું કહેવું છે કે અમિત શાહના નિવેદનને તોડીફોડી ને રજૂ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, તમિલ સુપરસ્ટાર અને તમિલગા વેત્રી કઝગમ (TVK)ના પ્રમુખ વિજય પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે.
એક્ટર વિજય: આંબેડકરનું નામ જપતા રહીશું
એક્ટર વિજયે આંબેડકરની પ્રશંસા કરતાં કહ્યું કે, 'તેઓ ભારતીય નાગરિકોની સ્વતંત્રતાની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. આંબેડકરનો વારસો હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે આશાનું કિરણ છે અને સામાજિક અન્યાય સામે પ્રતિકારનું પ્રતીક છે.'
એક્ટર વિજયે આંબેડકરના નામનો જપ કરવાની પ્રતિજ્ઞા લેતા કહ્યું કે, 'આંબેડકર…આંબેડકર…આંબેડકર…ચાલો આપણે આપણા હૃદયમાં અને આપણા હોઠ પર આનંદ સાથે તેમના નામનો જપ કરતા રહીએ.'
તમિલનાડુમાં કરી છે પોતાની પાર્ટી લોન્ચ
તમિલ સુપરસ્ટાર વિજયે તમિલનાડુમાં પોતાની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) લોન્ચ કરી છે જેમાં તેણે પેરિયાર અને બીઆર અંબેડરના મૂલ્યોને અનુસરવાની વાત કરી છે. વિજયે ઉત્તરી તમિલનાડુમાં વિકરાવંદીમાં તેમની પાર્ટીની પ્રથમ રેલી દરમિયાન ટીવીકેના વૈચારિક ગુરુઓમાંના એક તરીકે આંબેડકરનો ઉલ્લેખ કર્યો હતો.