લોકસભા ચૂંટણી: અનેક પ્રયાસ છતાં ઓડિશામાં ન થયું ગઠબંધન, BJPને લાગ્યો ઝટકો

લોકસભાની 21 બેઠકો અને વિધાનસભાની તમામ 147 બેઠકો પર ભાજપ એકલા ચૂંટણી લડશે

ઓડિસ્સામાં મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ભાજપની ગઠબંધનની વાતચીત નિષ્ફળ

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી: અનેક પ્રયાસ છતાં ઓડિશામાં ન થયું ગઠબંધન, BJPને લાગ્યો ઝટકો 1 - image
Image Twitter 

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. સાત તબક્કામાં મતદાન યોજાશે. જેને લઈને તમામ પાર્ટીઓ તૈયારીમાં જોતરાઈ ગઈ છે. ગઠબંધન અને બેઠકોની વહેંચણી પર ચર્ચાઓનો દોર ચાલું છે. પરંતુ આ દરમિયાન ઓડિસ્સામાં મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ભાજપની ગઠબંધનની વાતચીત નિષ્ફળ ગઈ છે. તે પછી ભાજપ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, હવે પાર્ટી આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. 

ભાજપ હવે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી

હકીકતમાં પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી અને બીજૂ જનતા દળની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગઠબંધનને લઈને બેઠકો ચાલતી હતી. આ દરમિયાન એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે, બંને પક્ષો ગઠબંધન હેઠળ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડશે. પરંતુ આ મુદ્દે ભાજપ નિષ્ફળ ગઈ હતી. અને ભાજપએ હવે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનમોહને જાહેરાત કરી

ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે (Manmohan Samal) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરતાં લખ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી નવીન પટનાયકના નેતૃત્વમાં ઓડિસાની બીજૂ જનતા દળ (બીજેડી) પાર્ટી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના અનેક વિકાસલક્ષી રાષ્ટ્રીય કાર્યામાં સમર્થન આપતી આવી છે, તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અનુભવ છે કે, દેશમાં જ્યાં પણ ડબલ એન્જિનની સરકાર રહી છે ત્યાં વિકાસ અને ગરીબ કલ્યાણના કામો ઝડપી થયા છે અને રાજ્ય દરેક ક્ષેત્રે પ્રગતિ કરે છે. પરંતુ આજે મોદી સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ ઓડિશામાં જમીન પર નથી પહોંચી રહી, જેના કારણે ઓડિશાની ગરીબ ભાઈઓ- બહેનો તેનોને તેનો લાભ નથી મળી રહ્યો.

લોકસભા અને વિધાનસભાની તમામ 147 બેઠકો પર હવે ભાજપ એકલા ચૂંટણી લડશે

તેમણે વધુમાં કહ્યું કે, ઓડિશા- અસ્મિતા, ઓડિશા- ગૌરવ અને લોકોના હિતમાં હિત સાથે જોડાયેલા વિષયો પર અમને ચિંતા છે. 4.5 કરોડ ઓડિશાવાસીઓની આશા, અભિલાષા અને આકાંક્ષાઓને પૂરી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત તથા વિકસિત ઓડિશા બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી આ વખતે લોકસભાની 21 બેઠકો અને વિધાનસભાની તમામ 147 બેઠકો પર એકલા ચૂંટણી લડશે. 

બંન્ને પાર્ટીઓની ગઠબંધનની વાતચીત નિષ્ફળ ગઈ 

તમને જણાવી દઈએ કે, ઓડિશામાં કુલ 21 લોકસભા અને 147 વિધાનસભાની બેઠકો છે. ભાજપ અને બીજેડીની વચ્ચે ગઠબંધનની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. એવું પણ કહેવાતું હતુ કે, બંન્ને પાર્ટીઓમાં બેઠકની વહેંચણીના ફોર્મૂલા એ વાત પર આધારિત હશે કે ભાજપને લોકસભાની બેઠકોનો મોટો ભાગ મળશે, જ્યારે બીજેડીને વિધાનસભાનો મોટો ભાગ મળવાની આશા છે, જોકે હાલમાં આ વાતચીત નિષ્ફળ ગઈ છે. 



Google NewsGoogle News