'મુસ્લિમોનો વોટિંગનો હક છીનવી લો, વક્ફ બોર્ડ નાબૂદ કરો...', મહાસમસ્તન મઠના મહંતે વિવાદ છંછેડ્યો
Image: Facebook
Kumara Chandrashekaranatha Swamiji: ખેડૂતો અને તેમની જમીનની સુરક્ષા માટે તમામને એક થવાનો આગ્રહ કરતાં વિશ્વ વોક્કાલિગા મહાસમસ્તન મઠના મહંત કુમાર ચંદ્રશેખરનાથ સ્વામીજીએ મંગળવારે કહ્યું કે એવો કાયદો લાવવો જોઈએ જેમાં મુસ્લિમ સમુદાયની પાસે વોટ આપવાનો અધિકાર ન હોય. કોઈ વક્ફ બોર્ડ હોવું જોઈએ નહીં. કોઈ અન્યની જમીન છીનવવી ધર્મ નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વક્ફ સંપત્તિને લઈને વિવાદ ચાલુ છે.
તેમણે કહ્યું ખેડૂતોની સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ તમામે લડવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે વક્ફ બોર્ડ કોઈની પણ જમીન પર દાવો કરી શકે છે. આ ખૂબ મોટો અન્યાય છે. કોઈ અન્યની જમીન છીનવવી ધર્મ નથી. તેથી તમામે એ નક્કી કરવા માટે લડવું જોઈએ કે ખેડૂતોની જમીન તેમની પાસે જ રહે.'
બેંગલુરુમાં ભારતીય ખેડૂત સંઘ દ્વારા આયોજિત વિરોધ સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું, ખેડૂત અન્નદાતા છે તેથી તેમને બચાવવા જોઈએ અને તેમને પ્રોત્સાહન આપવું જોઈએ તથા એ નક્કી કરવું જોઈએ કે કોઈ પણ તેમની જમીન અને સંપત્તિ છીનવે નહીં.'
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સરકાર બને એ પહેલાં મહાયુતિ સામે પડકાર, મરાઠા આંદોલનકારીની મોટી જાહેરાત
સ્વામીજીએ દાવો કર્યો કે દરેકે નક્કી કરવું જોઈએ કે વક્ફ બોર્ડ ન હોય કેમ કે નેતા વોટ માટે બધું કરે છે. એક એવો કાયદો લાવવો જોઈએ જેમાં મુસ્લિમ સમુદાયની પાસે વોટ આપવાનો અધિકાર ન હોય. પાકિસ્તાનમાં તેમણે આવું કર્યું છે ત્યાં બીજા પાસે મતદાન કરવાનો અધિકાર નથી. આ જ રીતે ભારતમાં પણ જો આપણે એ નક્કી કરીએ કે તેમને વોટ આપવાનો અધિકાર નથી તો તે પોતાનામાં મર્યાદિત રહેશે અને દરેક શાંતિથી રહી શકે છે.
કર્ણાટકના અમુક ભાગોમાં ખેડૂતો અને અન્ય લોકોના એક વર્ગે એ આરોપ લગાવ્યો છે કે તેમની જમીનોને વક્ફ સંપત્તિ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેનો વિભિન્ન ખેડૂત સમૂહો, સંગઠનો અને વિપક્ષી ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.